હેવાનિયતભર્યો કિસ્‍સોઃ 21 વર્ષીય હવસખોરે એકલતાનો લાભ ઉઠાવી 14 વર્ષીય સગીરાને પીંખી!

આવી જ એક શર્મનાક ઘટના મહીસાગરથી સામે આવી છે. વાત છે કડાણા તાલુકામાં આવેલાં ડિટવાસ પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારની જ્યાં એક 21 વર્ષીય નરાધમ હવસખોરે 14 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. 

હેવાનિયતભર્યો કિસ્‍સોઃ 21 વર્ષીય હવસખોરે એકલતાનો લાભ ઉઠાવી 14 વર્ષીય સગીરાને પીંખી!

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: મહિલા સલામતીની વાતો થતી રહે છે અને એ દિશામાં અનેકવિધ પગલાં સરકાર પણ ભરે છે અને પોલીસ પણ આ બાબતે સતર્ક રહે છે. જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે તેમ છતાં કેટલાક નરાધમો માણસના વેશમાં પિશાચ દાનવ પોતાનો શિકાર શોધી લેતા હોય છે. આવા નરાધમો નાની બાળાઓને યુવતીઓને મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે ત્યારે આવી જ એક શર્મનાક ઘટના મહીસાગરથી સામે આવી છે. વાત છે કડાણા તાલુકામાં આવેલાં ડિટવાસ પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારની જ્યાં એક 21 વર્ષીય નરાધમ હવસખોરે 14 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલાં ડિટવાસ પોલીસ મથક વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં 21 વર્ષીય નરાધમ જેણે પોતાના એક સાથી સાથે મળી પોતાના ગામથી નજીક આવેલા ગામની સીમમાં કામ અર્થે પસાર થતી 14 વર્ષીય સગીરાને તેની એકલતાનો લાભ ઉઠાવી પોતાનો શિકાર બનાવી સગીરાને પીંખી નાખી હતી. આરોપી અને તેનો સાગરીત બાઈક પર આવ્યા હતી અને સગીરા જ્યાંથી પસાર થઈ રહી હતી ત્યાં આવી પાછળ બેઠેલા મુખ્ય આરોપીએ સગીરાને મોઢું દબાવી પાડી દઈ દુષ્કર્મ આચર્યું. 

આ પોલીસ જાપ્તામાં ઊભેલો એ લંબર મૂછીયો છે. જેણે હજી માંડ યુવાનીમાં પગ ભર્યા છે. તેણે પોતાની યુવાનીના મદમાં એક પરિવારની લાડકીને પીંખી નાખી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ ટીમ બનાવી ચેકીંગ હાથ ધર્યું અને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો હતો. જેને લઇને પોલીસ પણ એક્શન મોડમાં આવી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો. જોકે હજી આ નરાધમને મદદગારી માં સામેલ એક ઈસમ હજી પોલીસ પકડથી દૂર છે. પરંતુ પોલીસે તેને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પોક્સો અને 376 ની કલમ હેઠળ ગુન્હો નોંધી ગંભીરતાથી નોંધ લઈ આ નરાધમને ઝડપી પાડયો છે અને તેને કોર્ટમાં પણ રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વળી પોલીસ દ્વારા સગીરાને કૌન્સ્લીંગ કરી ભોગ બનનાર સગીરાને બરોડા ખાતે સારવાર અર્થે મોકલી આપી છે. આ આરોપી કેટલા સમયથી સગીરાને ઓળખતો હતો. કેવી રીતે તેણે આ દુષ્કર્મ આચર્યું અને અગાઉ પણ કોઈ આવા કેસમાં છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news