વડોદરામાં એક ફેક્ટરીમાં ATSના દરોડા, ડ્રગ્સનો કાચો માલ જપ્ત કરી ગોડાઉન સીલ કર્યું

મોક્સીમાં 1125 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી આજે એટીએસ અને વડોદરા એસઓજીની ટીમે સાંકરદામાં તપાસ હાથ ધરી છે. અહીં એટીએસે એક ગોડાઉન સીલ કરી ડ્રગ્સનું રો મટીરીયલ પણ કબજે કર્યું છે. 

વડોદરામાં એક ફેક્ટરીમાં ATSના દરોડા, ડ્રગ્સનો કાચો માલ જપ્ત કરી ગોડાઉન સીલ કર્યું

વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાવાના કેસમાં સતત વધાર થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ સાકંરદામાં આવેલી GIDC માં દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા નેક્ટર કેમ કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. તેના આરોપી પિયુષ પટેલને સાથે રાખીને એટીએસની ટીમે સ્વસ્તિક સિરામિક કમ્પાઉન્ડમાં રેડ પાડી છે. નેક્ટર કેમ કંપનીના માલિકાઓ આ ગોડાઉન ભાડે રાખ્યું હોવાની માહિતી એટીએસને મળી હતી. ગોડાઉનમાંથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. તો ડ્રગ્સ બનાવવા માટે વાપરવામાં આવતું રો મટીરીયલ જપ્ત કરી ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે. 

શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
એટીએસની ટીમે ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવામાં આવતા રો મટીરીયલના શંકાસ્પદ જથ્થાને જપ્ત કર્યો છે અને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. મોક્સી ગામના નેક્ટર કેમ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કંપનીના માલિક પિષુય પટેલે રિમાન્ડ દરમિયાન ગોડાઉન ભાડે રાખી રો મટીરીયલ રાખ્યું હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આજે એટીએસ દ્વારા રેડ પાડવામાં આવી છે. 

16 ઓગસ્ટે ઝડપાયું હતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
ગુજરાત એટીએસની ટીમે 16 ઓગસ્ટે સાવલીના મોક્સી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 1100 કરોડથી વધુનું 225 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને ચકાસતા 18 કલાક જેટલો સમય લાગ્યો હતો. એટીએસે કંપનીના 2 પાર્ટનર એક પિયુષ પટેલ અને બીજા મહેષ વૈષ્ણવને ઝડપી લીધા હતા. આ એક વર્ષથી ડ્રગ્સનો વેપાર કરતા હતા. 

આ રીતે બનાવતા હતા ડ્રગ્સ
આ કંપની દ્વારા કોરોનાની હાઇડ્રોક્લોરોક્વીન દવાની આડમાં ડ્રગ્સનો ધંધો કરવામાં આવતો હતો. કંપની દવાની જગ્યાએ ડ્રગ્સ બનાવતી હતી. કંપનીના માલિકો દ્વારા કોઈને શંકા ન જાય તે માટે એમડી ડ્રગ્સ ભરેલા થેલા છુટા છવાયા રાખવામાં આવતા હતા. એટીએસની ટીમે જ્યારે આ થેલાની તપાસ કરી તો તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. 

ભરૂચની એક કંપનીમાંથી મળી આવ્યું હતું ડ્રગ્સ
આ પહેલા ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં ઈફ્ટિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કંપનીમાં મુંબઈ નાર્કોટિક્સ ટીમે 13 ઓગસ્ટે રેડ કરી હતી. અહીંથી 500 કિલો કરતા વધુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મુંબઈની ટીમે જપ્ત કરેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડથી વધુની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news