ગુજરાતમાં ઓટોમોબાઈલ્સ સેક્ટરે સ્પીડ પકડી! ટૂવ્હીલર- ફોર વ્હીલર લેવાનું વિચારતો હોય તો માંડી વાળજો!

કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક કાર પર સબસીડી આપતી હોવાથી લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મકરપુરા જીઆઇડીસીમાં કંપની ધરાવતા ઉદ્યોગપતિએ પણ ઇલેક્ટ્રિક કારનું બુકિંગ કરાવ્યું છે.

ગુજરાતમાં ઓટોમોબાઈલ્સ સેક્ટરે સ્પીડ પકડી! ટૂવ્હીલર- ફોર વ્હીલર લેવાનું વિચારતો હોય તો માંડી વાળજો!

રવિ અગ્રવાલ/વડોદરા: દિવાળીનો તહેવાર ઓટો મોબાઇલ્સ સેક્ટર માટે ખુશીઓનો તહેવાર બની રહ્યો છે, દિવાળી તહેવાર નિમિત્તે લોકોએ 2 મહિના પહેલાથી જ કાર અને ટુ વ્હીલર બુકિંગ કરાવ્યું છે, જેની ડિલિવરી તહેવારના દિવસોમાં લોકો લેવા આવવાના છે. વાહનોના સ્ટોક કરતાં માંગ વધી જતાં મહિનાઓ સુધી વેઇટિંગ છે.

વડોદરામાં કારના શો રૂમમાં દિવાળી તહેવાર નિમિત્તે લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સના શો રૂમમાં લોકોએ કાર માટે નવરાત્રી પહેલાથી જ બુકિંગ કરાવ્યું હતું, જેની ડિલિવરી લોકો ધનતેરસ, નવા વર્ષ કે લાભપાંચમના દિવસે લેવા આવવાના છે. શો રૂમમાં દિવાળી તહેવાર નિમિત્તે એટલી ઇન્કવાયરી આવી રહી છે કે સ્ટોક ખૂટી ગયો છે. ગ્રાહકો હવે પેટ્રોલ, ડીઝલ કે CNG સિવાય ઇલેક્ટ્રિક કારની પણ ખરીદી કરી રહ્યા છે.

ઇલેક્ટ્રિક કારની માંગમાં મોટો વધારો થયો છે. જેમાં ટાટા ટિયાગોની માંગ ખૂબ વધારે છે. એક મહિનામાં જ દેશમાં 10 હજાર લોકોએ બુકિંગ કરાવ્યું. જેની જાન્યુઆરીથી ડિલિવરી સ્ટાર્ટ થશે. નેક્સોન ઇલેક્ટ્રિક કાર પણ વેચાઈ રહી છે, જેમાં દિવાળીમાં જ 150 જેટલા વ્હિકલ બુકિંગ કરાવ્યા છે. કેટલાક લોકો દિવાળી પહેલા પણ કારની ખરીદી કરી રહ્યા છે.

ચાલુ વર્ષે ગત વર્ષ કરતા ઓછું વેચાણ છે, સેમી કંડકટર ચિપના ઇસ્યુના કારણે ડીલરોને સ્ટોક પૂરતો નથી મળ્યો એટલે વેચાણ ઓછું છે. લોકોની માંગ વધારે છે જેના કારણે વેઇટિંગ 120 દિવસ જેટલું છે..

આ પણ જુઓ વીડિયો:-

કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક કાર પર સબસીડી આપતી હોવાથી લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મકરપુરા જીઆઇડીસીમાં કંપની ધરાવતા ઉદ્યોગપતિએ પણ ઇલેક્ટ્રિક કારનું બુકિંગ કરાવ્યું છે. દિવાળી નિમિત્તે કાર ખરીદી છે. ઉદ્યોગપતિનું માનવું છે કે ઇલેક્ટ્રિક કારથી પર્યાવરણ સુરક્ષિત રહેશે, પેટ્રોલ ડીઝલ પર નિર્ભર રહેવું નહિ પડે. તેમજ બજેટમાં પણ ગાડી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news