કદી સાંભળ્યો ન હોય તેવો કાર્યક્રમ કચ્છના ગધેડાઓ માટે યોજાયો

Donkeys Of Kutch : કચ્છની સહજીવન સંસ્થા દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રમાં વિલુપ્ત થતા હાલારી ગધેડાના સંવર્ધન માટે અનોખી રીતે ‘વધામણી સમારંભ’' યોજાયો
 

કદી સાંભળ્યો ન હોય તેવો કાર્યક્રમ કચ્છના ગધેડાઓ માટે યોજાયો

Halari Donkeys રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : રાજ્યના હાલારી પ્રજાતિના ગધેડાની સંખ્યા કચ્છ -સૌરાષ્ટ્રમાં હવે ફક્ત 450 જેટલી રહી છે. સાથે સાથે દૂધની ઊંચી માંગ હોતા ગધેડાની કિંમત એક લાખથી પણ વધુ થઇ ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ હાલારી ગધેડાના સંવર્ધન માટે વિશેષ પગલાંઓ લઇ રહી છે, આ સંજોગો માં આ અતિ ઉપયોગી પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા અંતે સહજીવન સંસ્થાએ બીડું ઝડપ્યું છે. જેના ભાગ રૂપે સૌરાષ્ટ્રના કોલકી ગામમાં હાલારી ગધેડાના ખોલકાઓના વધામણી સમારંભનું અનોખી રીતે આયોજન થયું. આ સમારંભ હાલારી ગદર્ભ સંવર્ધન સમિતિ દવારા કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં મોટાભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત ૧૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં હાલારી ગધેડાનું ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે હાલારી ગધેડાના સરંક્ષણના માટે ગોદભરાઈ (સીમંત) સમારંભનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે જે હાલારી માદા ગદર્ભની ગોદભરાઈ કરાઈ હતી. તેના બચ્ચાંઓનો જન્મ થતા આ બચ્ચાંઓના જન્મની વધામણીનો પ્રસંગ માલધારી સમાજ દ્વારા રંગે ચંગે અને હરોશે ઉલ્લાસમાં ઉજવવામાં આવ્યો હતો.

માલધારી બહેનો દ્વારા વધામણીની ખુશીના સોરઠી લહેકામાં ગીતોના ગુંજન સાથે, તાજા જન્મેલ ખોલકાંઓને (બચ્ચાઓ) ને તિલક, કુંકુ ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને બચ્ચાઓના જન્મની વધામણી કરવામાં આવી હતી. જ્યારે માલધારી ભાઈઓ દ્વારા ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને બચ્ચાઓની વધામણી કરાઈ હતી. નવા જન્મેલ દરેક ખોલકા પુખ્ત થતા તે સાવ લાખની કિંમતના થઇ જશે.

આ પણ વાંચો : 

આમ લાખેણા એવા ખોલકાંઓને માલધારીઓ દ્વારા એક નવાજ અંદાજમાં વધામણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે હાલારી ગધેડા ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિ છે. આથી તેમનું સરંક્ષણ કરવું તથા આ નસલની ખૂબીઓ વિશે માલધારી સમુદાય અને અન્ય સમુદાયને જાગૃત કરવાનો છે.

હાલારી ગધેડા મુખ્યત્વે સૌરાષ્ટ્રની એક લુપ્ત થતી નસલ છે. જેમના દૂધનું ખુબ મહત્વ છે. ગધેડીનું દૂધ હાલ ૧૮૦ રૂપિયા લીટરના ભાવે માલધારીઓ વેચે છે. આ દુઘનો ઉપયોગ મહિલાઓના સોંદર્યપ્રસાધનમાં કરવામાં આવે છે. હાલમાં હાલારી ગધેડાંની કિંમત પણ આસમાને પહોચી છે. હાલારી ગધેડાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોચી ગયા છે. હાલમાં નર ગધેડા ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હાલમાં હાલારી ગધેડાની સંખ્યા ૪૧૭ જેટલી છે. જેથી હાલારી ગધેડાની સરંક્ષણ સમિતિ તથા સહજીવન ટ્રસ્ટે, પશુપાલન વિભાગ અને પશુપાલન મંત્રાલય નવી દિલ્હીની સાથે મળીને ઘણી બધી ઘોષણા કરી છે. 

સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટી જણાવે છે કે, ગયા વર્ષે ઘણા પ્રયત્નો બાદ માલધારી ગધેડા પાલકો એકત્રિત કરીને અમારી સંગઠન બનાવવાની પહેલ થઈ છે. અમારા સંગઠન દ્વારા હાલારી ગધેડાના સરંક્ષણની કામગીરી માટે આ વર્ષમાં ભરપૂર પ્રયાસો થયા છે. તેમના આ હાલારી ગધેડા સંગઠન દ્વારા સરંક્ષણ માટેનો બીજો કાર્યક્રમ છે.

આ વધામણી સમારંભનો મુખ્ય હેતુ એ છે કે હાલારી ગધેડાની સંખ્યામાં દિન પ્રતિદિન ધટાડો થઇ રહ્યો છે અને બ્રીડીંગ નરનું પ્રમાણ પણ ખુબ ઘટી રહ્યું છે તેને વઘારવાનો. જેથી નરની સંખ્યામાં વધારો થાય અને લોકો માં તથા માલધારીમાં આ લુપ્ત થતી નસલની જાળવણી માટે જાગૃતિ કેળવાઈ અને આ નસલની સંખ્યામાં વધારો થાય. આ પ્રસંગે સહજીવન સંસ્થાની ટીમના સભ્યો તેમજ માલધારી સમિતિ વતી ભારાભાઈ ભરવાડ, તેમજ અન્ય યુવાનોએ જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news