1 માર્ચે આવી રહ્યો છે દિગ્ગજ કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડની થઈ જાહેરાત, ગ્રે માર્કેટમાં જબરદસ્ત માંગ, જાણો વિગત

જો તમે ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓમાં દાંવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આ સપ્તાહે ઓટો કંપોનેન્ટ બનાવનારી કંપની Divgi TorqTransfer Systems નો આઈપીઓ આવી રહ્યો છે. 
 

1 માર્ચે આવી રહ્યો છે દિગ્ગજ કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડની થઈ જાહેરાત, ગ્રે માર્કેટમાં જબરદસ્ત માંગ, જાણો વિગત

નવી દિલ્હીઃ Divgi TorqTransfer Systems IPO: જો તમે ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ (IPO)માં દાંવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે ઓટો કંપોનેન્ટ બનાવનારી કંપની Divgi TorqTransfer Systems નો આઈપીઓ આવી રહ્યો છે. નંદન નીલેકણિ ફેમેલી દ્વારા સપોર્ટેડ આ આઈપીઓ રોકાણ માટે 1 માર્ચ, 2023થી ખુલી રહ્યો છે. રોકાણકારો તેમાં 3 માર્ચ સુધી બોલી લગાવી શકશે. તો એન્કર રોકાણકારો 28 ફેબ્રુઆરીએ પોતાની બોલી લગાવી શકે છે. તેની પ્રાઇઝ બેન્ડ 560-590 પર ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યા છે. 

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર શેર
બજાર જાણકારો પ્રમાણે Divgi TorqTransfer Systems ના શેર ગ્રે માર્કેટમાં લિસ્ટિંગ પર તેજીના સંકેત આપી રહ્યાં છે. હકીકતમાં ગ્રે માર્કેટમાં આ શેર આજે 60 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે ઇશ્યૂ પ્રાઇઝના મુકાબલે જોવામાં આવે તો 650 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. નોંધનીય છે કે Divgi TorqTransfer Systems ના આઈપીઓમાં રોકાણકારો ઓછામાં ઓછા 25 ઇક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે. આ શેર 14 માર્ચે એક્સચેન્જો પર લિસ્ટ થઈ શકે છે. 

કેટલી છે ભાગીદારી
નોંધનીય છે કે Divgi TorqTransfer Systems માં ઓમાન ઈન્ડિયાની 21.71 ટકા ભાગીદારી છે, જ્યારે એનઆરજેએનની 8.71 ટકા ભાગીદારી છે. ભરત દિવગી, સંજય દિવગી અને આશીષ દિવગીની પાસે ક્રમશઃ 0.72 ટકા, 0.59 ટકા અને 0.76 ટકા ભાગીદારી છે. આ સિવાય અરૂણ અદગુનજી અને કિશોર કલબાગની પાસે 0.16 ટકા સ્ટેક છે. 

ટાટાથી લઈને મહિન્દ્રા સુધી છે ગ્રાહક
આ ઓટો પાર્ટ્સ કંપનીના ગ્રાહકોમાં ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટોયોટા કિર્લોસ્કર સામેલ છે. કંપની મેનુઅલ ટ્રાન્સમિશન, ડીસીટી, ટ્રાન્સફર કેસ, ટોર્ક કપ્લર્સ અને ઓટો-લોકિંગ હબ (એએલએચ) વગેરેનું નિર્માણ કરે છે. આ કંપની મુખ્ય રૂપથી પેસેન્જર અને નાના કોમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીને પૂરા કરે છે. કંપનીનો પુણોના ભોસરી, શિવરે અને કર્ણાટકના સિરસીમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. ઇંગા વેન્ચર્સ અને ઇક્વિરસ કેપિટલ ઈશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news