ગુજરાતના આ રસ્તા પર ધીમી ચલાવજો ગાડી! સ્પીડ વધી તો જેલમાં જવાનો વારો આવશે
Speed Monitoring System Launched In Sasan : ગીર સાસણમાં સ્પીડ મોનિટરિંગ સિસ્ટમનો પ્રયોગ શરૂ, સાસણ ગીર નજીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓને વાહન અકસ્માતથી બચાવવા સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લગાવાઈ, જે વાહનોની સ્પીડને કન્ટ્રોલમાં રાખશે
Trending Photos
Gir Somnath : ગીરના સિંહો એ ગુજરાતનું ગૌરવ છે. એશિયાઈ સિંહ આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ત્યારે સિંહોના અકસ્માતે થતા મોતના કિસ્સા વનવિભાગ માટે ચેતવણીરૂપ બન્યા છે. આ અકસ્માતો રોકવા માટે વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા માટે એક ખાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ
જૂનાગઢના ગીર પંથકમાં વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. અહીં સિંહોનો જીવ બચાવવા માટે ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લાગુ કરાયો છે. ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ અંતર્ગત અધ્યતન કેમેરા અને કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. મેંદરડાથી સાસણ રોડ (S.H. 26) પર આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે મુસાફરોના વાહનોની ગતિ મર્યાદા 30 km રાખવા મદદરૂપ સાબિત થશે. વન્ય જીવોનાં સરક્ષણ માટે આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઈ શકે છે. ગીર પંથકના માર્ગ પરની ગતિવિધીઓ પર હાઈ ટેક કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા નજર રખાશે.
- ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં 16 થર્મલ, 8 PTZ અને 4 ANPR કેમેરાની સાથે 4 જેટલી સ્પીડ રડાર અને 4 જેટલી સ્ટ્રોબ લાઈટનો ઉપયોગ કરીને સમગ્ર માર્ગમાં 20 જેટલા ડિસ્પ્લે યુનિટ ઉભા કરવામાં આવ્યા છે.
- તમામને સાસણ ખાતે કાર્યરત કંટ્રોલ અને કમાન્ડ યુનિટ સાથે જોડવામાં આવ્યા છે
- રસ્તામાં વાહનોની ગતિવિધિ અને વન્ય પ્રાણીઓની હાજરીની નોંધ કરીને તુરંત માર્ગ પર દર્શાવવામાં આવેલા LCD મારફતે વાહનચાલકોને કરવામાં આવી રહી છે.
- સેન્સર આધારિત કેમેરાનો ઉપયોગ કરીને માર્ગ પર કોઈ વન્ય પ્રાણીની હાજરી છે કે કેમ તેની માહિતી આપવામાં આવશે.
- માર્ગ પર લગાવવામાં આવેલા કેમેરાના દ્રશ્યો માર્ગ પર જ ઉપલબ્ધ LCD ટીવી મારફતે જોઈ શકાશે.
વાહનોની ગતિ કન્ટ્રોલમાં રહેશે
મેંદરડાથી સાસણ સુધીના રાજ્ય ધોરી માર્ગ પર નવી સિસ્ટમ કામ કરતી જોવા મળશે. જેમાં સેન્સર આધારિત કેમેરાનો ઉપયોગ કરીને માર્ગ પર કોઈ વન્ય પ્રાણીની હાજરી છે કે કેમ તેની માહિતી આપવામાં આવશે. માર્ગ પર લગાવવામાં આવેલા કેમેરાના દ્રશ્યો માર્ગ પર જ ઉપલબ્ધ LCD ટીવી મારફતે જોઈ શકાશે. દરેક વાહનને સ્પીડ માટે સૂચિત કરવામાં આવશે. વાહનને ગતિ મર્યાદામાં ચલાવવા માટે પણ દિશા-નિર્દેશો સતત વિડીયો મારફતે મળી રહેશે.
સ્પીડમાં જતા વાહનો પર કાર્યવાહી કરાશે
આ ઉપરાંત જે વાહનો મર્યાદા કરતા વધુ સ્પીડમાં ગાડી હંકારશે તો તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. વાહનના રજિસ્ટ્રેશન નંબર પરથી કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ નાઈટ વિઝન કેમેરા લગાવાયા
આ સિસ્ટમ માત્ર દિવસે જ નહિ, રાત્રે પણ કાર્યરત રહેશે. સિસ્ટમમાં નાઈટ વિઝન કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે. જે રાતના અંધારામાં રસ્તા પરથી પસાર થતા વન્ય પ્રાણીની હાજરીની માહિતી આપશે. આ માટે LCD માં ડિસ્પ્લે કરી શકાય તેવા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પ્રાણીઓને શોધવા માટે અધતન થર્મલ ઓપ્ટિકલ કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સમગ્ર સિસ્ટમ સેન્સર આધારિત હોવાથી ખૂબ જ ઝડપથી વન્ય જીવની હાજરી પારખીને વાહનચાલકોની અમર્યાદિત ગતિવિધિને પણ તુરંત રોકી શકવામાં મદદ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે