વેસ્ટમાંથી બેસ્ટ: આ શહેર કરશે કચરામાંથી વીજળી ઉત્તપન્ન, સરકરા કરશે ખરીદી

અંદાજે રૂ.25 કરોડના ખર્ચ પ્રોજેકટ નાંખવો પડે તેમ છે.કચરાને તે મશીનમાં પ્રોસેસ કરીને વીજળી બનાવી શકાય તેમ છે.  

વેસ્ટમાંથી બેસ્ટ: આ શહેર કરશે કચરામાંથી વીજળી ઉત્તપન્ન, સરકરા કરશે ખરીદી

સુરેન્દ્રનગર: સરકાર કચરો ભેગો કરીને તેના યોગ્ય નિકાલની સાથે તેમાંથી આવક ઉભી કરવા માટેના ઘણા પ્રોજેકટો અમલી બનાવી રહી છે. કચરામાંથી કમાણી કરી શકે તેવો એક પ્રોજેકટ સુરેન્દ્રનગર શહેરમાં પણ સ્થપાય તેવી શકયતાઓ વધી રહી છે. ઓસ્ટ્રેલીયાની સિધ્ધવીંગ નામની કંપનીની એક ટીમ આ પ્રોજેકટના સર્વ માટે સુરેન્દ્રનગર આવી છે.

અમરેલી: રાજુલામાં રહેતા નિવૃત DYSPના ઘરમાંથી હરણની ખોપડી મળી

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટેનું આયોજન કરીને ઘણા વાહનો શહેરમાં ઘેર ઘેર દોડાવવામાં આવી રહયા છે. આવા સમયે કચરામાંથી જો કમાણી કરી શકાય તો પાલિકાને પણ ફાયદો થાય અને કચરાનો સારી રીતે નીકાલ થાય તેવા હેતુથી સુરેન્દ્રનગર શહેરમાં ઓસ્ટ્રેલીયાની કંપનીએ કચરામાંથી વીજળી બનાવવા માટે પ્રોજેકટ નાંખવા માટે રસ દાખવ્યો છે. અંદાજે રૂ.25 કરોડના ખર્ચ પ્રોજેકટ નાંખવો પડે તેમ છે.કચરાને તે મશીનમાં પ્રોસેસ કરીને વીજળી બનાવી શકાય તેમ છે. 

સુરત: સીનીયર નેતાઓના રીસામણાઓની વચ્ચે શહેર કોંગ્રેસનું જમ્બો માળખુ જાહેર

સુરેન્દ્રનગર પાલિકાના કચરામાંથી જે વીજળી ઉત્પન કરવામાં આવશે તે રાજય સકરકાર ખરીદી કરશે. વર્તમાન સમયે સરકાર રૂ.6.30 થી 7.50 રૂપિયાના ભાવે વીજળીની ખરીદી કરી રહી છે.વીજળીના ઉત્પાદન પ્રમાણે સરકાર તેના ભાવ નકકી કરે છે.

વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ

સુરેન્દ્રનગરમાં કેટલા ટન કચરો આવે છે. કેવા પ્રકારના કચરાનું પ્રમાણ વધુ છે.પ્રોજેકટ માટેની જગ્યા આ તમામ બાબતોના સર્વે માટે અમારી ટીમ આવી છે. શહેરમાંથી જે પ્રકારનો કચરો આવે છે તે જોતા અહીયા જો પ્રોજેકટ સ્થાપવામાં આવે તો દિવસમાં 20 મેગા વોટ વીજળી ઉત્પન થઇ શકે તેમ છે.

અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા

બે લાખથી પણ વધુની જનતાના ઘરે ઘરે જઇને પાલિકા કચરો એકત્ર કરે છે. તેમ છતા અમુક વિસ્તારમાં કચરો લેવા માટે પાલિકાની ટીમ નિયમીત ન આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અત્યારે શહેરમાંથી દરરોજ લીલો અને સુકો એમ મળીને કુલ 80 ટન જેટલો કચરો ભેગો કરાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news