હળવાશમાં ના લેતા! ગુજરાતમાં કોરોનાકાળમાં ચિંતા જગાવી રહ્યા આ રોગ, બની શકે છે જોખમી!

માત્ર શહેરના સરકારી હેલ્થ સેન્ટર માં સારવાર લેવા આવનાર દર્દીઓની વાત કરીએ તો 15 દિવસમાં 1000 થી વધુ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલો માં પણ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. શહેરમાં સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરમાં આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે..

હળવાશમાં ના લેતા! ગુજરાતમાં કોરોનાકાળમાં ચિંતા જગાવી રહ્યા આ રોગ, બની શકે છે જોખમી!

નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં છેલ્લા 15 દિવસમાં તાવ, શરદી, ઉધરસ સહિતના 1000 કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે. નાના બાળકો અને વડીલો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાંમાં બમણા દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ત્યારે મેડિકલ ઓફિસર દ્વારા ખૂબ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. 

ભાવનગર શહેરમાં શિયાળાના પ્રારંભે લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો હતો, જેમાં દિવસે ઉનાળા જેવી ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, અને હવે શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, અગાઉ બેવડી ઋતુ અને ઠંડીના કારણે લોકોમાં અને ખાસ કરીને બાળકો અને વડીલોના રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે બેવડી ઋતુના ચડાવ ઉતારના કારણે શરદીજન્ય રોગોએ પણ માથી ઊંચક્યું છે, જેમાં શહેરમાં નાના બાળકો અને વડીલોમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:

માત્ર શહેરના સરકારી હેલ્થ સેન્ટર માં સારવાર લેવા આવનાર દર્દીઓની વાત કરીએ તો 15 દિવસમાં 1000 થી વધુ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલો માં પણ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. શહેરમાં સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરમાં આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે, જેના કારણે શહેરના આરોગ્ય વિભાગ હસ્તકના 14 હેલ્થ સેન્ટરમાં છેલ્લા 15 દિવસમાં 1000 કરતા વધુ દર્દીઓ નોંધાયા છે. 

આ બાબતે શહેરના જાણીતા બાળકોના ડોકટર ભૃગુ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષ કરતા નાના બાળકોમાં ન્યૂમોનિયા ના લક્ષણો જોવા મળી રહ્યા છે. શરદી, ઉધરસ, તાવ અને શ્વાસની તકલીફના દર્દીઓ નોંધાઇ રહ્યા છે, ત્યારે બાળકોને યોગ્ય સમયે રસી લેવડાવી લેવી જોઈએ, તેમજ આવા સમયે બાળકો અને વડીલોની યોગ્ય સારસંભાળ રાખવી જોઈએ. 

આ પણ વાંચો:

જ્યારે મનપા ના મેડિકલ ઓફિસર આર.કે સિંહા એ પણ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન ના રોજના 100 થી વધુ દર્દીઓ નોંધાતા હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ઠંડી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ, ઠંડી ના લાગે એ માટે પૂરતા ગરમ કપડાં પહેરવા જોઈએ, પરંતુ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તેમજ કોરોનાનું સંક્રમણ હાલ સામાન્ય હોવાથી કોઈપણ જાતની ચિંતા નહી કરવા જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news