કીર્તિદાને 'રસિયો રૂપાળો...' લલકાર્યુંને 'કમા' નાચલા લાગ્યો! લોકોએ મન મૂકી રૂપિયા ઉડાવ્યા

આમ તો આખુ ગુજરાત જ નહીં વિશ્વના અનેક દેશોમાં હાલ 'કમા'ને ઓળખતુ થઇ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ નવસારીના સુપા ગામનો કમાનો એક વીડિયો વાયરલ થયો છે. કીર્તિદાન ગઢવીના યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં લોકોએ કમા પર મનમૂકીને લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.

કીર્તિદાને 'રસિયો રૂપાળો...' લલકાર્યુંને 'કમા' નાચલા લાગ્યો! લોકોએ મન મૂકી રૂપિયા ઉડાવ્યા

વલસાડ: ગુજરાતના દરેક ડાયરામાં એક નામ હાલ ખુબ જ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે… હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. જેને દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે. સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો હશે જ. આમ તો આખુ ગુજરાત જ નહીં વિશ્વના અનેક દેશોમાં હાલ 'કમા'ને ઓળખતુ થઇ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ નવસારીના સુપા ગામનો કમાનો એક વીડિયો વાયરલ થયો છે. કીર્તિદાન ગઢવીના યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં લોકોએ કમા પર મનમૂકીને લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવસારીના ગુરુકુળ સૂપા ગામમાં આંખની હોસ્પિટલ નિર્માણના લાભાર્થે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ મનમૂકીને કમા પર લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીએ ડાયરામાં જેવું 'કમા' ની પસંદગીની ગીત 'રસિયો રૂપાળો રંગરેલિયો' લલકાર્યું કે કમો ઉભો થઈને સ્ટેજ પર ડાન્સ કરવા લાગ્યો હતો અને ડાયરામાં ઉપસ્થિત લોકોને મોજ કરાવી દીધી હતી.

આ પણ વાંચો:

નવસારીના ગુરુકુળ સૂપા ગામમાં સમાજસેવાના હેતુથી ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં અનેક લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું હતું અને ડાયરામાં ચલણી નોટનો વરસાદ કર્યો હતો. લોકડાયરામાં સ્થાનિક લોકોની સાથે NCC કેડેટ્સ પણ હાજર રહ્યા હતા. તેઓએ પણ ડાયરાની મોજ માણી હતી અને કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો:

કીર્તિદાન ગઢવીએ કમાનું ફેવરિટ 'રસિયો રૂપાળો...' ગીત ગાતા જ કમાએ ડાન્સ શરૂ કર્યો હતો અને લોકોએ ખુશ થઈને 'કમા' પર મન મૂકીને પૈસા ઉડાવ્યા હતા. કેટલાક લોકો તો 'કમા'ની સાથે ડાન્સ પણ કરવા લાગ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news