બિનકાયદેસર ખનના પગલે ભોગાવો નદી હવે ભોગ લેતી નદી બની ગઇ છે, 2 બાળકોના મોત

શહેરના વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદી આમ તો રેતીના ખનન માફીયાઓ માટે કુખ્યાત છે. પરંતુ આ રેતમાફીયાઓના કારણે હવે નદી ખુબ જ ઘાતક પણ બની ચુકી છે. આ ગોઝારી નદીમાં ક્યાં અને ક્યારે ખાડો આવશે તે ખુબ ભગવાન પણ જાણી શકે નહી. આજે ન્હાવા પડેલા ત્રણ બાળકો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ થતા જ વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે અને વધારે તપાસ આદરી છે. 

બિનકાયદેસર ખનના પગલે ભોગાવો નદી હવે ભોગ લેતી નદી બની ગઇ છે, 2 બાળકોના મોત

સુરેન્દ્રનગર : શહેરના વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદી આમ તો રેતીના ખનન માફીયાઓ માટે કુખ્યાત છે. પરંતુ આ રેતમાફીયાઓના કારણે હવે નદી ખુબ જ ઘાતક પણ બની ચુકી છે. આ ગોઝારી નદીમાં ક્યાં અને ક્યારે ખાડો આવશે તે ખુબ ભગવાન પણ જાણી શકે નહી. આજે ન્હાવા પડેલા ત્રણ બાળકો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ થતા જ વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે અને વધારે તપાસ આદરી છે. 

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ભોગાવો નદીમાં અવારનવાર નહાવા પડેલા બાળકોના ડુબી જવાના કારણે અકાળે મોત થયાની ઘટના બની હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો અચાનક ડુબવા લાગતા દોડધામ મચી ગઇ હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જો કે આસપાસના લોકોની સુઝબુઝના કારણે એક બાળકને બચાવવામાં સફળતા મળી હતી. પરંતુ આ ઘટના બાદ ભોગાવો નદીમાં બિનકાયદેસર ખનન મુદ્દે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 

આ ગોઝારી ઘટનામાં આશરે 12 થી 14 વર્ષના ત્ણ બાળકો ભોગાવો નદીમાં રમવા માટે ગયા હતા. જેમાં બે બાળકોના ડુબી જવાના કારણે મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી. ઘટનામાં ફાયરની ટીમ તથા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ તો આ ઘટનાને કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પરિવારમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news