Job Option: બીએડ કરનારાઓ પ્રાઈમરી ટીચર ન બની શકે, પણ આમ છતાં તમારી પાસે છે જોબ માટે આ 5 વિકલ્પ

Job Option After B.Ed : સુપ્રીમ કોર્ટે બીએડ કરનારાઓને પ્રાઈમરી શાળાઓમાં ટીચર બનવા માટે અયોગ્ય જાહેર કરેલા છે. ત્યારબાદ બીએડની ડિગ્રી મેળવનારાઓની સામે સવાલ એ છે કે હવે તેઓ શું કરી શકે. તો પછી ખાસ જાણો કે બીએડ કરનારાઓ પાસે કયા કયા વિકલ્પ છે. 

Job Option: બીએડ કરનારાઓ પ્રાઈમરી ટીચર ન બની શકે, પણ આમ છતાં તમારી પાસે છે જોબ માટે આ 5 વિકલ્પ

Job Option After B.Ed : બીએડ કરનારાઓ માટે હવે પ્રાઈમરી શાળાઓ એટલે કે પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીમાં નોકરી મળી શકશે નહીં. એટલે કે શિક્ષક બની શકશે નહીં. આ માટે હવે ફક્ત ડિપ્લોમા ઈન એલીમેન્ટ્રરી એજ્યુકેશન (D.EI.Ed) કરનારાઓ જ અરજીપાત્ર રહેશે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા બાદ બીએડ કરનારાઓ સામે દુવિધાની સ્થિતિ છે. લાખો રૂપિયા ખર્ચ કરીને બીએડ કરનારા સામે દુવિધાની સ્થિતિ છે. લાખો રૂપિયા ખર્ચ કરીને બીએડ કરનારા અનેક યુવાઓ જાણવા માંગતા હોય છે કે તેમની સામે હવે નોકરીના કયા કયા વિકલ્પ છે. તો પછી જાણો કે હવે બીએડ કરનારા પાસે નોકરીના કયા કયા વિકલ્પ છે. 

ટીજીટી અને પીજીટી
બીએડ કરનારાઓ સામે એક વિકલ્પ હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિએટ શાળાઓમાં ટીચર બનવાનો છે. ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (TGT) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)ની ભરતી કેન્દ્રીય વિદ્યાલય અને નવોદયથી લઈને તમામ હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિએટ શાળાઓમાં થાય છે. યુપીમાં ટીજીટી ટીચરની ભરતીમાં ફક્ત લેખિત પરીક્ષા થાય છે. જ્યારે અન્ય જગ્યાઓ પર ઈન્ટરવ્યુ પણ થાય છે. 

પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષક
બીએડ કરનારાઓની માંગણી પ્રાઈવેટ શાળાઓમાં પણ છે. જો સટાસટ અંગ્રેજી ભાષા બોલી શકતા હોવ તો જાણીતી અંગ્રેજી મીડિયમની શાળાઓમાં સારા પગાર સાથે ટીચરની નોકરી મળી શકે છે. આ ઉપરાંત હિન્દી મીડિયમ શાળાઓમાં પણ ટીચર તરીકે નોકરી મળી શકે છે. 

જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી
રાજ્ય લોક સેવા આયોગ તરફથી થનારી પીસીએસ પરીક્ષામાં બીએસએ એક એવું પદ હોય છે જેના માટે ગ્રેજ્યુએશન સાથે બીએડની પણ ડિગ્રી માંગવામાં આવે છે. આ રીતે બીએડ કરનારાઓ પાસે જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી એટલે કે બીએસએ બનવાનો પણ એક સારો વિકલ્પ રહેલો છે. બીએસએને શરૂઆતમાં લગભગ 50 હજાર જેટલો મહિને પગાર મળતો હોય છે. 

કાઉન્સિલર
બીએડ કરનારાઓ પાસે એક વિકલ્પ એજ્યુકેશન કન્સલ્ટન્ટ બનવાનો પણ છે. અનેક સંસ્થાનો કન્સલ્ટન્ટની ભરતી કાઢે છે. જેના માટે બીએડની યોગ્યતા માંગવામાં આવે છે. 

વાઈસ પ્રિન્સિપાલ
કેન્દ્રીય વિદ્યાલયમાં વાઈસ પ્રિન્સિપાલ બનવા માટે માસ્ટર ડિગ્રીની સાથે સાથે બીએડ પણ માંગવામાં આવે છે. આથી  બીએડવાળા પાસે કોી કેવીએસમાં વાઈસ પ્રિન્સિપાલ બનવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news