નમાજ બાદ સમગ્ર દેશ અસ્થિર કરવાનું મોટુ ષડયંત્ર, સુરતમાં ઝડપાયેલા યુવાનોનો ઘટસ્ફોટ
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનને હાથો બનાવીને હવે સમગ્ર દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચાર દિવસ પહેલા સુરતમાં રોડ પર પોસ્ટર લગાવીને વીડિયો વાયરલ કરીને યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. પોલીસ હવે વીડિયોના આધારે પોસ્ટર લગાવનારા અને છાપનારાઓને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કરતા દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેની પુછપરછ અને તેની પાસે રહેલા મોબાઇલની તપાસ કરતા અનેક ચોંકાવનારા રહસ્યો ખુલ્યા હતા.
Trending Photos
સુરત : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનને હાથો બનાવીને હવે સમગ્ર દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચાર દિવસ પહેલા સુરતમાં રોડ પર પોસ્ટર લગાવીને વીડિયો વાયરલ કરીને યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. પોલીસ હવે વીડિયોના આધારે પોસ્ટર લગાવનારા અને છાપનારાઓને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કરતા દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેની પુછપરછ અને તેની પાસે રહેલા મોબાઇલની તપાસ કરતા અનેક ચોંકાવનારા રહસ્યો ખુલ્યા હતા.
મુસ્લિમો પર થયેલા અત્યાર વિરુદ્ધ હથિયાર ઉઠાવવા ભડકાવાતા
નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી મુદ્દે હાલ સમગ્ર દેશની શાંતિ ડહોળવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ઉશ્કેરણીજનક વીડિયો, પોસ્ટર અને મુસ્લિમો પર થઇ રહેલા કથિત અત્યાચારનો ખોટો પ્રોપેગેન્ડા બનાવીને સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરવામાં આવે છે. બાકી રહે તે જુમ્માની નમાજના સમયે પણ બ્રેઇનવોશ કરવામાં આવે છે. જેના પગલે ભલાભોળા યુવાનો આ મુઠ્ઠીભર મૌલાનાઓના હાથની કઠપુતળી બનીને કથિત ધર્મની રક્ષા કાજે દેશ અને તંત્રની વિરુદ્ધ પડીને બિનકાયદેસર કામ તરફ વળે છે.
ઉશ્કેરણીજનક સાહિત્ય દ્વારા યુવાનોને ભડકાવવાનું ષડયંત્ર
સુરતમાં નૂપુરના ફોટા પર બુટની પ્રિન્ટવાળા પોસ્ટર ચોંટાડતા જોવા મળેલા મુસ્લિમ સમાજના યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે આ યુવાનો માત્ર પોસ્ટર જ નહોતા ચોંટાડતા પરંતુ તેઓ વ્હોટ્સએપ સહિતના અનેક સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા યુવાનોને ઉશ્કેરતા હતા. આ ત્રણેયના મોબાઇલમાંથી ઉશ્કેરણીજનક અનેક વીડિયો અને અનેક પ્રકારનું સાહિત્ય મળી આવ્યું છે. હાલ તો પોલીસ આ લોકોના સંપર્ક શોધવાના પ્રયાસો કરી રહી છે. તેમને આ સાહિત્ય ક્યાંથી મળતું હતુ અને તેઓ કોને મોકલતા હતા વગેરે પાસા પર તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે