ભૂલથી કર્યું બુટલેગરનું સન્માન! હોબાળો થતા ભાજપ તરફથી આવ્યું મોટું નિવેદન

Loksabha Election 2024: છોટાઉદેપુરમાં બુટલેગરના સન્માન મામલે ભાજપની સ્પષ્ટતા... છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીએ કહ્યુ- શરતચૂકથી બુટલેગર આવી જતાં સન્માન કરાયું... ભાજપને બુટલેગર સાથે કોઈ લેવા દેવા નથી... 
 

ભૂલથી કર્યું બુટલેગરનું સન્માન! હોબાળો થતા ભાજપ તરફથી આવ્યું મોટું નિવેદન

Chhota Udepur હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર : છોટાઉદેપુર ખાતે ગઈકાલે ભરતીમેળામાં ભાજપ દ્વારા બુટલેગરોને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો હતો. એટલું જ નહિ તેનું બુકે આપી સન્માન કરતા વિપક્ષને ભાજપને આડેહાથ લેવાનો મુદ્દો હાથ લાગી ગયો છે. ત્યારે બુટલેગરને ગુલાબ આપી સન્માન કરતા ભાજપનું નિવેદન સામે આવ્યું છે. છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો. તેને કોઈ હોદ્દો આપવામાં આવશે નહિ. જમીન પણ તેની નથી કોઈ બુટલગેરની જમીન નથી. જમીન વેંચાતી લીધી છે દાનમાં લીધી નથી. તે કાર્યકમ પત્યા પછી આવ્યો હતો, તેનું પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી

છોટાઉદેપુર ભાજપ પ્રભારી રમેશ ઉકાની પણ ઉપસ્થિતિ હતા. છોટાઉદેપુર કાર્યકર્તા ભરતી મેળામાં પ્રમુખે કુખ્યાત બુટલેગરને ગુલાબ આપી સન્માન કર્યું હતું. છોટાઉદેપુર ભાજપ કાર્યાલય બનાવવા કુખ્યાત બુટલેગર પીન્ટુ જસ્વાલે જમીન આપી છે. કુખ્યાત બુટલેગર પીન્ટુ જસ્વાલ ઇંગ્લિશ દારૂના અને ગુનાઓ  દાખલ છે. ત્યારે ભાજપ દ્વારા જ કૂખ્યાત બુટલેગરનું સન્માન કરવામાં આવે કેટલું યોગ્ય..?

છોટા ઉદેપુર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે ભરતી મેળો રાખ્યો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપના મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં રાખ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં અલીરાજપુર વતની એવા પીન્ટુ જયસ્વાલ ઉર્ફે ભગવતીપ્રસાદ જયસ્વાલ કે જે ગુજરાતના 8 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું. આ બુટલેગરની છોટા ઉદેપુર જીલ્લા SOG એ ગત 22 ડિસેમ્બર 2022 ના રોજ અલીરાજપુર થી ઝડપી જેલ હવાલે કર્યો હતો.ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ બુટલેગરની મકાન છોટા ઉદેપુરની શ્રીજી સોસાયટીમાં આવેલું હતું. જે ભાજપ કાર્યાલયની બાજુમાં જ હતું, જેથી ભાજપ કાર્યલય મોટું બને તે માટે આ બુટલેગરની મકાન વેચાતું લીધું છે. જેને લઇને  ગોરધન ઝડફિયાએ બુટલેગરનું જાહેર મંચ ઉપર સ્વાગત કર્યું હતું. અને ગોરધન ઝડફિયા દ્વારા બુટલેગર પીન્ટુ જયવાલને તેમનું મકાન મળવાથી અમારી જગ્યા ડબલ થઈ ગઈ તેમ કહીને નવાજવામાં આવ્યો હતો.

આ મુદ્દે વિપક્ષને ભાજપ વિરૂદ્ધ મોરચો ખોલવાનો મોકો હાથ લાગી ગયો છે. આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અને છોટા ઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપને આડેહાથ લીધી હતી. અને કહ્યું કે ગોરધનભાઇને કદાચ ખબર નહિ હોય કે આ જમીન અમદ્ય પ્રદેશના દારૂના વેચાણનો લાયસન્સદાર અને એનો જ સારું ગુજરાતમાં આવે છે, એવું ઘણા બધા મિત્રો કહે છે એવા જ માણસ પાસેથી તમે જમીન લઈ તમારી ઓફિસ મોટી કરો છો.એવું કહ્યું કે અમારી હવે બમણું થયું, એનો અર્થ અમારા ગામડા વાળા એમ કહે છે કે દારૂનું ચલણ હવે છોટા ઉદેપુર,ભરપૂર, કવાંટમાં વધશે.કારણ દારૂ વેચનારને તમે પીઠબળ આપો છો.તમે સ્ટેજ પર બેસાડો છો.એનું સન્માન કરો છો. એનાથી પ્રજામાં મેસેજ શું જાય ? કદાચ છોટા ઉદેપુરના ભાજપના અગ્રણીઓ એ જે વેપારી છે એની ઓળખાણ આપવામાં કદાચ ભૂલ પડ્યા હોય.અને ઓળખતા હોય તો પણ એમણે જમીન કદાચ મફત મળી હોવાને એને કારણે પણ સન્માન થયું હોય. આ અંગે સુખરામ રાઠવાએ ભાજપને ખૂબ કોષી હતી. અને ભાજપ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે યુવાનોને બગાડવાનું કામ કરે છે.એને નશાયુક્ત કર્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ભાજપના રાજમાં ગુજરાત નશામુક્ત નહિ પણ નશાયુકત થઈ રહ્યું છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતમાં આ બુટલેગર પીન્ટુ ઉર્ફે ભગવતી પ્રસાદ જયસ્વાલ ઉપર 8 જેટલા ગુના નોંધાયા છે. જેમાં કવાંટ પોલીસ મથકમાં 2017, કરાલી પોલીસ મથકમાં 2017, છોટા ઉદેપુર પોલીસ મથકમાં 2017, પાનવડ પોલીસ મથકમાં 2017, સાગટાળા પોલીસ મથકમાં 2017, મોરવા પોલીસ મથકમાં 2017, ડભોઇ પોલીસ મથકમાં 2011, અને તિલકવાડા પોલીસ મથકમાં 2019 ના વર્ષમાં મળી કુલ 8 પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા.અને આ બુટલેગર ખુલ્લેઆમ ફરતો હતો છતાં તેની ધરપકડ કોઈ પોલીસ એકરી ન હતી અને છોટા ઉદેપુર એસ.ઓ.જી.એ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

એક તર્ક મુજબ આ બુટલેગર દ્વારા ગુજરાતમાં ચાલતા કેસની પતાવટ માટે પણ ભાજપ સાથે મકાન વેચાણની સોદાબાજી કરી હોય તે વાત બની શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ બુટલેગરને સ્ટેજ પર બેસાડી સન્માન આપતા ભાજપ વિરોધી પક્ષોને બગાસું ખાતા પતાસું હાથ લાગી ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news