chhota udepur

તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું

દિલ્હીમાં નિઝામુદ્દીન તબગિલી જમાતી મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા લોકો દેશભરમાં પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં પણ આવેલા આવા શખ્સો કોરોના (corona virus) ના ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદમાં આજે 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો હજી સુધી કોરોનાની પહોંચથી દૂર રહેલા છોટાઉદેપુરને પણ કોરોના અડી ગયો છે. તબગિલી જમાત (tablighi jamaat) થી પરત ફરેલા શખ્સને કારણે છોટાઉદેપુરમાં હવે કોરોના પહોંચી ગયો છે. છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 

Apr 5, 2020, 09:34 AM IST

યુવતીનો પરિવાર જ બન્યો તેના માટે યમરાજ, ગળુ દબાવી કરી નિર્મમ હત્યા

કોરોના મહામારી વચ્ચે સમાજ માટે લાલબત્તી સમાન ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના હાલોલ નજીક કંજરી ગામથી. જ્યાં ભાઈ અને માતા-પિતાએ જ ભેગા મળી પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી. કારણ આ વખતે પણ પ્રેમ જ હતું

Mar 27, 2020, 07:15 PM IST

છોટાઉદેપુરમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી

છોટાઉદેપુરના ખડખડ ગામમાં નજીવી બાબતે પતિને પત્ની ઉપર ગુસ્સો આવી ગયો અને પતિએ પત્નીના માથામાં કુહાડી મારી કરપીણ હત્યા કરી નાખી છે

Mar 17, 2020, 06:03 PM IST
Chhota Udepur District Child Protection Officer Arrested For Taking Bribe PT3M5S

છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી લાંચ લેતા ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બલ ભદ્ર ગઢવી લાંચ લેતા ઝડપાયો. બે બાળ મજુરોને પકડી કોન્ટ્રાક્ટર પાસે 20 હજારની લાંચ માંગી હતી. બાળ મજુર પકડી 10 હજાર રોકડા લીધા બાદ બાકીના 10 હજાર લેતા ACBએ ઝડપી પાડયો હતો.

Mar 13, 2020, 05:05 PM IST
Bike accident in chhota udepur 3 students injured PT3M10S

બોર્ડની પરીક્ષા આપવા જતા 3 વિદ્યાર્થી બાઈક સ્લીપ થતા ફંગોળાયા

છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા આપવા જતા 3 વિદ્યાર્થીઓની બાઇક સ્લીપ થતાં ત્રણેય ઇજાગ્રસ્ત. પાવીજેતપુરના કદવાલથી ભીખાંપુરા જતાં ખટાશ પાસે બની ઘટના. 108 મોડી થતાં ખાનગી ગાડીમાં હોસ્પિટલ લઈ જવાયા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નામ મેહૂલ બારીયા, જયેશ બારીયા અને નરેન્દ્ર બારીયા છે.

Mar 7, 2020, 01:35 PM IST
Savdhan Gujarat: Son Killed His Father In Chhota Udepur PT3M49S

સાવધાન ગુજરાતઃ પુત્ર બન્યો હત્યારો, પિતાની કરી નાંખી હત્યા

સંતાન સુખી અને સમૃદ્ધ બને તે માટે દરેક માતા-પિતા સલાહ આપતા હોય છે... છોટાઉદેપુરમાં એક પિતાએ પણ તેના સંતાનને સલાહ આપી... પણ હેવાન સંતાનને તેના પિતાની એ સલાહ ન પસંદ આવી અને તેણે તેના જ પિતાની નિર્મમ હત્યા કરી નાંખી છે... કોણ છે તે હત્યારો પુત્ર... કેવી રીતે કરી પિતાની હત્યા? જોઈએ આ અહેવાલમાં...

Mar 4, 2020, 11:45 PM IST
Chota Udepur Bandh Update: Train Stop In Bardoli PT9M35S

છોટા ઉદેપુર: આદિવાસી આંદોલને ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ

લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામા બોડેલી હાલોલ રોડ પર આદિવાસી સમાજે લાકડીઓ અને ધારીયા વડે ઝાડો કાપીને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રેન રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

Feb 7, 2020, 05:30 PM IST
Chhota Udepur Bandh Called Over Rathava Samaj PT7M52S

છોટા ઉદેપુર: રાઠવા સમાજે આપ્યું બંધનું એલાન, ઠેર-ઠેર રસ્તા બંધ કરાયા

છોટાઉદેપુર જિલ્લામા બોડેલી હાલોલ રોડ પર આદિવાસી સમાજે લાકડીઓ અને ધારીયા વડે ઝાડો કાપીને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રેન રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે આજે છોટાઉદેપુરમાં બંધનું એલાન છે અને આદિવાસીઓની ઓળખ સામે ઉભા થયેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે જિલ્લામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે ટ્રાફિક જામ થવાને કારણે વાહનચાલકો અટવાયા હતા.

Feb 7, 2020, 04:55 PM IST
LRD Exam: Mahasabha In Mehsana PT5M18S

અનામતનું કોકડૂ: LRD ભરતીમાં પરિપત્રને રદ કરવા મહાસભા

છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજે 7 મી ફેબ્રુઆરીએ બંધનું એલાન આપ્યું હતું. આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.

Feb 7, 2020, 04:15 PM IST
Gujarat Yatra Arrived At Chhota Udepur Watch Video PT11M30S

Gujarat Yatra: છોટાઉદેપુરના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે છોટાઉદેપુર ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 31, 2020, 10:00 PM IST
chhota udepur Milk pouches of sanjivani scheme found on the road video on zee 24 kalak PT36S

છોટાઉદેપુર: બાળકોના આપવાના દૂધના પાઉચ કોતરમાં ફેંકાયેલા મળ્યાં

છોટાઉદેપુરના નસવાડીમાં સંજીવની યોજનાનું દૂધ કોતરમાંથી મળ્યું. 30 તારીખનું તાજુ દૂધ કોણે ફેંક્યું રસ્તામાં? કોણ છે સુપોષણ અભિયાનના દુશ્મન?

Jan 31, 2020, 09:00 AM IST
Alcohol Trafficking In Chhota Udepur PT3M44S

છોટા ઉદેપુરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો આવ્યો સામે

છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો છે. બોનટમાં અને દરવાજામાં દારૂની બોટલો સંતાડી લઈ જતી ઈકો કાર ઝડપાઇ હતી. નસવાડી પોલીસે ફિલ્મી ઢબે ઈકો કારનો પીછો કરી ઝડપી પાડી હતી. કારમા રોટલી બનાવવાના લોટ સાથે દારૂ ભરેલ થેલા લઈ જવતા હતા. કારમાં સવાર બુટલેગરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી.

Jan 21, 2020, 08:30 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Word No-6 Area Of Chhota Udepur PT6M15S

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરના વોર્ડ નંબર-6માં સ્થાનિકો માટે તમામ સુવિધાઓ

શેરી મોહલ્લામાં વાત કરીશું છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 6 નાં કસ્બા વિસ્તારની... તો કસ્બા કવાંટ રોડ નામનાં આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષ માં અનેક વિકાસ નાં કામો થયા છે. નગરજનો ને પાણી બારેમાસ પુરતું પાણી મળી રહે તે માટે જરૂરી એવા બોર કરી મોટર બેસાડી આપવામાં આવ્યા છે, મુખ્ય માર્ગ ઉપર ડિવાઇડર ઉપર પુરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવી છે , રોડની બંને બાજુની ખુલ્લી ગટરો ને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવાતા લોકોને ગંદકી અને મચ્છરોના ત્રાસ અને બીમારીથી છુટકારો મળ્યો છે

Jan 15, 2020, 06:20 PM IST
Chhota Udepur school student doing school work Video viral PT15M27S

આવી રીતે ભણશે ગુજરાત... છોટાઉદેપુરની મોડેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પાસેથી કરાવાયું સ્કૂલનું કામ

છોટાઉદેપુરની મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કામ કરતા જોવા મળ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે હોલમાં સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. કામ કરવાને લઈ આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. સંકુલમાં ત્રણ ગર્લ્સ રેસિડેન્શિયલ અને એક મોડેલ સ્કૂલ આવેલી છે. જેમાં 1200 જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ અહીં રહીને અભ્યાસ કરે છે. પગાર વધારાની માંગ સાથે સફાઈ કામદાર, સિક્યુરિટી, અને પટાવાળા હડતાળ ઉપર જતાં હોસ્ટેલમાં રહેતી છાત્રાઓની સુરક્ષા સામે જોખમ પણ ઉભુ થયું છે. આ સંકુલ ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે.

Jan 3, 2020, 12:10 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Gurukrupa Area Of Chhota Udepur PT10M6S

શેરી મહોલ્લાની ખબર: છોટા ઉદેપુરના ગુરૂકૃપા વિસ્તારમાં રોડ રસ્તાનો અભાવ

આજે આપણે અમારી આ વિષેશ રજુઆતમાં વાત કરીશું છોટાઉદેપુર નાં રાજવી મહેલ સામે આવેલ નગરના સૌથી મોટા વિસ્તાર એવા ગુરુકૃપા વિસ્તારની..... ગુરુકૃપા નામથી જાણીતા આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે, અને હજુ નવી નિરમાન પામી રહી છે, આમતો નગરનો સૌથી વધુ શિક્ષિત અને સૌથી મોટો નોકરિયાત વર્ગ આ વિસ્તારમાં વસે છે અને એટલેજ નગરમાં સૌથી વધુ વિકાસ આ વિસ્તારનો થયો છે.

Dec 31, 2019, 04:30 PM IST

ગુજરાતમાં દારૂબંધી : છોટાઉદેપુરના ડ્રાઈવર-કંડક્ટરે નશામાં બેફામ થઈને કરી નાંખી મોટી ભૂલ

હાલ રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat) વચ્ચે દારૂબંધી (Liquor ban) નો મુદ્દો ચર્ચાના ચકડોળે છે. દારૂબંધીના મુદ્દે બંને રાજ્યો સામસામે આવી ગયા છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ (Politics) છોડી દઈશ, અને જો દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ત્યારે આવા આરોપ અને પડકાર વચ્ચે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ સરકારી કર્મચારીઓનો દારૂ પીધેલી હાલતનો વીડિયો (video) સામે આવ્યો છે. ST બસનો ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. 

Oct 9, 2019, 11:02 AM IST

આ ઘરને ધ્યાનથી જુઓ!! પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે છોટાઉદેપુરમાં કરાયેલી આ પહેલને સેલ્યુટ કરવા જેવી છે

પ્લાસ્ટિક મુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા છોટાઉદેપુર જિલ્લામાં અપનાવાયેલ નવતર અભિગમને વહીવટી તંત્ર અને શાળાના બાળકોએ મળીને કરેલા પ્રયાસને સફળ બનાવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ભેગી કરાયેલી પ્લાસ્ટિક બોટલનો ઈંટની જગ્યા ઉપયોગ કરી સરકારી કચેરીમાં એક ઓરડાનું બાંધકામ કરાયું છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનાં પ્રતિક સ્વરૂપે પ્લાસ્ટિક હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

Sep 26, 2019, 08:18 AM IST

ગુજરાતમાં મોસમનો 91 ટકા વરસાદ નોંધાયો, હજી પણ ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે 28 ઓગસ્ટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર અને પંચમહાલમાં સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

Aug 28, 2019, 08:04 AM IST

નસવાડી Video : નાળામાં કાર ફસાતા બે શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ પછી શું થયું

છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વરસાદના પાણી નદી-નાળા અને રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં નસવાડીના ગઢબોરીયાદ પાસે નાળા ઉપર પસાર થઈ રહેલી એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી.

Aug 27, 2019, 12:02 PM IST

છોટાઉદેપુરમાં સાંબેલાધાર વરસાદ, કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહત્વના રસ્તાઓ બંધ

સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5  ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

Aug 27, 2019, 11:31 AM IST