ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો મોટો નિર્ણય, જાણી લો 2000ની નોટ ચાલશે કે નહીં?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. લોકોને 30 સપ્ટેમ્બર સુધી નોટ બદલવા માટે સમય આપવામાં આવ્યો છે. આ વચ્ચે પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને મોટો નિર્ણય લીધો છે. 

ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો મોટો નિર્ણય, જાણી લો 2000ની નોટ ચાલશે કે નહીં?

ગાંધીનગરઃ Rs 2000 Note at Petrol Pumps: દેશના અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો દ્વારા આ મૂલ્યની નોટોની ચુકવણીમાં ઓછામાં ઓછો પાંચ ગણો વધારો થયો છે. પેટ્રોલ પંપ સંચાલકોના સંગઠનના ટોચના અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં પણ જ્યાં માંડ એક પેટ્રોલપંપ પર 40 નોટો આવતી હવે 400 આવવા લાગી છે. ગુજરાતમાં પણ પેટ્રોલ પંપ સંચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ પાટીયા લાગ્યા છે કે 500થી ઓછું પેટ્રોલ પૂરાવવું હશે તો 2000ની નોટ નહીં ચાલે.... આમ છૂટા ક્યાંથી લાવવા એ સૌથી મોટી સમસ્યા છે. ગ્રાહકો 200નું પેટ્રોલ ભરાવવા માટે પણ 2000ની નોટ આપી રહ્યાં છે. જેને પગલે વિવાદો થઈ રહ્યાં છે. હવે જાણી લો કે ગુજરાતમાં પેટ્રોલપંપ પર 2000ની નોટ લેવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે વાહનચાલકોને મોટી રાહત થઈ છે. 

Rs 2000 Note Withdrawn: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કર્યાના ત્રણ દિવસની અંદર પેટ્રોલ પંપ પર આ નોટોનું આગમન વધી ગયું છે. દેશના અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો દ્વારા આ મૂલ્યની નોટોની ચૂકવણીમાં ઓછામાં ઓછો પાંચ ગણો વધારો થયો છે. પેટ્રોલ પંપ સંચાલકોના સંગઠનના ટોચના અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.

આ અંગે ગુજરાત ડિલર એસોસિયેશનના  અરવિંદભાઈ ઠક્કરે એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફ થી 2000 ની નોટ માટે જે 19/05/2023 ના રોજ સુચના જાહેર થઈ છે તે બાબતે અમારા ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડીલરો અમારા ત્યાં કોઇ પણ  ગ્રાહક પેટ્રોલ ,ડીઝલ ,લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહર્ષ સ્વીકારીશું અને સરકારી કાયદાનું અમે પાલન કરીશું અને અમારા ગ્રાહકોને કોઈ તકલીફ પડવા નહીં દઈએ. આમ ગુજરાત માટે રાહતના સમાચાર છે. 

નોટોની આવકમાં પાંચ ગણો વધારો થયો છે
ઇન્દોર પેટ્રોલ-પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર સિંહ વાસુએ જણાવ્યું હતું કે, “પેટ્રોલ પંપ પર રિફ્યુઅલ ભરવા માટે ગ્રાહકો દ્વારા અમને આપવામાં આવેલી રૂ. 2,000ની નોટોની આવક અગાઉની સરખામણીમાં ઓછામાં ઓછું પાંચ ગણું વધી ગયું છે. પરંતુ આ અમારા માટે ચિંતાનો વિષય નથી કારણ કે આ નોટો બેંકોમાં સરળતાથી બદલી શકાય છે.

છૂટા પૈસાની બહુ સમસ્યા નથી
વાસુએ જણાવ્યું કે કેટલાક ગ્રાહકો એવા છે જે પેટ્રોલ પંપ ઓપરેટરોને તેમના ટુ-વ્હીલરમાં માત્ર 100 રૂપિયાનું ઈંધણ મેળવવાને બદલે રૂ. 2,000ની નોટોથી ચૂકવી રહ્યા છે. તેમણે કહ્યું, "આ દિવસોમાં મોટાભાગના ગ્રાહકો દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે, તેથી પેટ્રોલ પંપ પર છૂટાની સમસ્યા નથી."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news