Radhanpur seat News

રાધનપુર સીટ ફરી ભાજપના હાથમાંથી જશે કે શું? ઠાકોરસેનામાં મોટુ ગાબડું
વિધાનસભા વિસ્તાર આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ગઢ ગણાતું પરંતુ ગત ટર્મ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી અને ભાજપની ગઢ ગણાતી રાધનપુર વિધાનસભા કોંગ્રેસને ફાળે ગઈ ત્યાર બાદ અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ જઈ અને રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી રાધનપુરની જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાર થઇ અને કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈને વિજય બનાવ્યા હતા. ત્યારે આગામી 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં ફરી ભાજપના ગઢ ગણાતા પોરાણા ગામમાં ગાબડું પડ્યું છે. ગામના સરપંચ, ઠાકોર સેનાના કાર્યકરો સહિત 500 થી વધુ ગ્રામજનો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાધનપુર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
Jun 12,2022, 23:50 PM IST

Trending news