Gold Rate: ડ્રેગનનો એક નિર્ણય અને ભારતમાં સોનું ઊંધા માથે પછડાયું, અચાનક 2200 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડ

Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા હતા. સોનાની કિંમતમાં સતત તેજીએ નવો રેકોર્ડ પણ બનાવી લીધો હતો. પરંતુ ભારતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Gold Rate: ડ્રેગનનો એક નિર્ણય અને ભારતમાં સોનું ઊંધા માથે પછડાયું, અચાનક 2200 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડ

છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા હતા. સોનાની કિંમતમાં સતત તેજીએ નવો રેકોર્ડ પણ બનાવી લીધો હતો. પરંતુ ભારતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસમાં સોનું 2200 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે. સોનાના ભાવ ઘટવા પાછળ ચીનનો હાથ છે. ચીનના એક નિર્ણયના કારણે નવી દિલ્હીથી લઈને ન્યૂયોર્ક સુધી ગોલ્ડના ભાવ તૂટવા લાગ્યા છે. વાત જાણે એમ છે કે 18 મહિના બાદ ચીને ગોલ્ડની ખરીદી પર બ્રેક લગાવ્યો છે. ચીનના આ નિર્ણયથી ભારતમાં સોનાના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થઈ ગયો છે. 

ભારતમાં સોનાના ભાવમાં કડાકો
છેલ્લા કેટલાક મહિનાથી સોના અને ચાંદી રોકાણકારોના ફેવરિટ બનેલા છે. દુનિયાભરની કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. ચીન આ બધામાં સૌથી આગળ છે. ચીન સતત પોતાના ગોલ્ડ રિઝર્વને વધારી રહ્યું છે જેના કારણે ભારત સહિત દુનિયાભરમાં સોનાના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા. પરંતુ અચાનક ચીને એક એવો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા. ચીને સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી. 

સોનાના ભાવ થયા ધડામ
અમેરિકામાં નોકરીઓ વધવાથી, ફેડરલ તરફથી વ્યાજદરમાંકાપની આશા અને ચીન તરફથી સોનાની ખરીદી રોકવાના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. બેંચમાર્ક ગોલ્ડની વાયદા કિંમતો 2.43 ટકાના ઘટાડા સાથે 2,332.85 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. જ્યારે એમસીએક્સ એક્સચેન્જ પર સોનું 2 ટકાથી વધુ ગગડીને 73131 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. 

ગોલ્ડ રિઝર્વના પગલે હતી તેજી
અત્રે જણાવવાનું કે છેલ્લા 18 મહિનાથી ચીન સતત સોનાની અંધાધૂંધ ખરીદી કરતું હતું. ચીનની આ હરકતના કારણે ચગોલ્ડના સ્પોટ રેટ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. રોકાણનો સુરક્ષિત વિકલ્પ મનાતા સોનાની  ખરીદીમાં તેજી આવવાથી કિંમતોમાં જબદસ્ત ઉછાળો આવવાનો નક્કી હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતો લગભઘ 15 ટકા વધી ચૂકી છે. ફક્ત ચીન જ નહીં પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં દુનિયાભરના બેંક ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવામાં લાગ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો. જેની અસર સોનાની કિંમતો પર જોવા મળી અને ભારતમાં સોનું 75 હજાર રૂપિયા પાર પહોંચી ગયું. હવે ચીને સોનું ખરીદવાનું બંધ કરી દીધુ છે. મેમાં ચીને 18 મહિનાથી ચાલી રહેલી ખરીદી પર બ્રેક લગાવી અને ત્યારબાદથી સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે. 

24 કેરેટથી 18 કેરેટ સુધીની કિંમત

ibja મુજબ 10 જૂનના રોજ 24 કેરેટથી લઈને 14 કેરેટ સુધીના સોનાના ભાવ કઈક આ પ્રકારે જોવા મળ્યા. 

1. 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 71913 રૂપિયાથી ગગડીને 71176 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

2. 23 કેરેટ પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 71625 રૂપિયાથી તૂટીને 70891 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

3. 22 કેરેટ પ્યોરિટીવાળા સોનાનો ભાવ 65872 રૂપિયાથી ગગડીને 65197 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

4. 18 કેરેટવાળા સોનાની કિંમત 53935 રૂપિયાથી તૂટીને 53382 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

5. 14 કેરેટવાળા સોનાનો  ભાવ 42069 રૂપિયાથી ગગડીને 41638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. 

6. ચાંદીનો ભાવ 90535 રૂપિયાથી તૂટીને 88928 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news