મોટું કૌભાંડ!! અમદાવાદની ફેમસ સ્કૂલે શિક્ષકોના નામે લાખો રૂપિયાની આત્મનિર્ભર લોન લીધી

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂલ દ્વારા શિક્ષકોના નામે સંચાલક દ્વારા બરોબર આત્મનિર્ભર લોન લઈ લેવાતા ફરિયાદ કરાઈ છે. શિક્ષકોના નામે લોન લેવા મામલે શિક્ષકે વિરોધ કરાતા સંચાલકે શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે. ત્યારે વિનોદ ચાવડા નામના શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મુકાતા તેમણે CMO માં ફરિયાદ કરી છે. ત્યારે શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી તપાસના આદેશ અપાયા છે. 
મોટું કૌભાંડ!! અમદાવાદની ફેમસ સ્કૂલે શિક્ષકોના નામે લાખો રૂપિયાની આત્મનિર્ભર લોન લીધી

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂલ દ્વારા શિક્ષકોના નામે સંચાલક દ્વારા બરોબર આત્મનિર્ભર લોન લઈ લેવાતા ફરિયાદ કરાઈ છે. શિક્ષકોના નામે લોન લેવા મામલે શિક્ષકે વિરોધ કરાતા સંચાલકે શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે. ત્યારે વિનોદ ચાવડા નામના શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મુકાતા તેમણે CMO માં ફરિયાદ કરી છે. ત્યારે શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી તપાસના આદેશ અપાયા છે. 

સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટ વિરુદ્ધ CM કાર્યાલયે શિક્ષકોના નામે આત્મનિર્ભર લોન લેવા મામલે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન સ્કૂલ દ્વારા શિક્ષકોને પગાર ના ચૂકવવો, તેમજ ભૂતકાળમાં ફી મામલે મનમાની કરાતી હોવાની અનેક ફરિયાદો ત્રિપદા સ્કૂલ સામે થતી રહી છે. શિક્ષક વિનોદ ચાવડાએ સ્કૂલના કૌભાંડ મામલે કહ્યુ કે, જે લોન માટે રાજ્યભરમાં લાઈનો લાગતી હતી તે લોન અમને સરળતાથી માત્ર 4 દિવસમાં જ મળી ગઈ. અમને આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારો પગાર કરવા માટે લોન લેવાની જરૂર છે. અમારી પાસેથી કોરા ચેક પર સહી કરાવી લેવાઇ હતી, ખાતામાં લોનના રૂપિયા આવ્યા એટલે એ રકમ શાળાએ કાઢી લીધી હતી, આ લોન અમારી જાણ બહાર લેવામાં આવી હતી. 

તેમણે વધુમાં કહ્યુ કે, અમારી સ્કૂલ ત્રિપદામાં આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન માટે કેમ્પ લગાવવામાં આવ્યો હતો. GCS બેંક દ્વારા ત્રિપદા સ્કૂલના તમામ કર્મચારીઓને લોન આપવા માટે તમામ સુવિધા ઊભી કરવામાં આવી હતી. ત્રિપદા સ્કૂલના સંચાલકે શાળાના 70 થી 80 જેટલા લોકોના નામે છેતરપિંડી કરી લોન લીધી છે, જેમને લોન મળવી જોઈએ એમના બદલે શિક્ષકોના નામે લોન લઈ લીધી. 

ત્રિપદા સ્કૂલના સંચાલકોએ અંદાજે 80 લાખનું કૌભાંડ આચરી લોન લીધાનો શિક્ષકે આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યુ કે, હું પોલીસ સ્ટેશન ગયો હતો પણ એમણે મારી ફરિયાદ ના લેતા મેં સીએમ ઓફિસમાં ન્યાય માટે ગુહાર લગાવી હતી. શાળા સંચાલકોએ GSC બેંક સાથે મળીને કૌભાંડ આચર્યાની મેં ફરિયાદ કરી છે. સરકારને શિક્ષક તરીકે અપીલ કરું છું કે સાચી દિશામાં તપાસ થાય અને ત્રિપદા સહિત અન્ય કેટલી શાળાઓમાં આવા કેમ્પ કરીને લોન આપવામાં આવી છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news