teachers

કામના કલાકો ઘટાડવાની શિક્ષકોની માગને શિક્ષણમંત્રીએ ફગાવી, પાટણના MLAએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

હિતલ પારેખ/ગાંધીનગરઃ તાજેતરમાં જ રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ અઠવાડિયામાં 45 કલાક કામ કરવું પડશે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ સોમવારેથી શુક્રવારે રોજ 8 કલાક અને શનિવારે પાંચ કલાક કામ કરવું પડશે તેવો ઉલ્લેખ હતો. જેનો શિક્ષકો વિરોધ કરી રહ્યા છે.

Sep 7, 2021, 01:09 PM IST

મહેસાણામાં પ્રાઈવેટ સ્કૂલો છોડીને શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકારી શાળાઓમાં આવી રહ્યાં છે બાળકો!

કોરોના કાળમાં મહેસાણા જિલ્લામાં જોવા મળી શિક્ષણની ઉલ્ટી ગંગા. જોકે, આ વખતે આ ઉલ્ટી ગંગા સારા સમાચાર લઈને આવી છે. મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ સ્કૂલો છોડીને સારા શિક્ષણ માટે બાળકો હવે સરકારી શાળાઓમાં આવતા થયા છે. સરકારી શાળાના શિક્ષકોની મહેનત અને તેમના પર વાલીઓનો ભરોસો આ બન્નેના કારણે જ આ શક્ય બન્યુ છે. 

Jun 29, 2021, 03:11 PM IST

સ્કૂલ બોર્ડનાં શિક્ષકોની માંગણી, કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરી બાકી 2.50 કરોડનું મહેનતાણું ચુકવવા માંગ

કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે શિક્ષકોને પણ કામે લગાડ્યા હતા. AMC સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકો પણ કામે લાગ્યા હતા. AMC સ્કુલ બોર્ડનાં અલગ અલગ શિક્ષકોને જવાબદારી સોંપાઇ હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. તેવામાં શિક્ષકોને કોવિડ ડ્યુટીમાંથી મુક્ત કરીને બાકી મહેનતાણું ચુકવવા માટેની માંગ કરવામાં આવી છે.

Jun 1, 2021, 10:05 PM IST

રાજય સરકારનો મહત્વનો નિર્ણય, 17 જેટલા શિક્ષકોની તપાસ CID ક્રાઇમને સોપાઇ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે

May 22, 2021, 04:37 PM IST

AHMEDABAD: શિક્ષકો હવે રેશનિંગની દુકાને અનાજ વિતરણ પણ કરશે, નિર્ણયનો વિરોધ

કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા માટે આદેશ કરાતા વિવાદ થયો છે. જેનો શિક્ષક સંધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

May 9, 2021, 06:08 PM IST

હવે શિક્ષકોને શાળાના પુસ્તકો વિદ્યાર્થી પાસે પહોંચાડવાનું પણ ભાડુ જોઇએ છે !

શાળાઓ ના પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષાની જગ્યાએ મોકલવાની જગ્યાએ શાળાઓમાં પહોંચાડવાની માગણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિભાગના સચિવ વિનોદ રાવને પત્ર લખીને માગણી કરતાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા પહોંચાડ્યા બાદ શાળાએ પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આચાર્ય અને શિક્ષકોને ભાડું ભોગવવું પડે છે સરકારમાંથી તે રકમ છેલ્લા બે વર્ષથી શિક્ષકો મળી નથી.

Apr 16, 2021, 06:50 PM IST

મડદા ગણવાની કામગીરી બાદ સુરત મનપાએ શિક્ષકોને સોંપી વધુ એક કામગીરી

  • અગાઉ શિક્ષકોને સ્મશાન ભૂમિમાં કોરોનાના મૃતદેહોની ગણતરીનું કામ સોંપાયું હતું
  • રતના શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવાનું બીજું કામ સોંપાયું

Apr 12, 2021, 07:24 AM IST

શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે કે પછી સ્મશાનોમાં મડદા ગણશે? સુરત પાલિકાના નિર્ણયનો થયો વિરોધ

કોરોનાથી ચારેબાજુથી લોકોને ઘેર્યાં છે. ટેસ્ટથી લઈને સારવાર અને અંતિમવિધિ તમામમાં ફાંફા પડી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકારે તાજેતરમાં જ શનિવાર અને રવિવારના રોજ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે આ વચ્ચે શિક્ષકોના માથા પર મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. હાલ શાળા બંધ હોવાથી શિક્ષકો ઓનલાઈન ક્લાસ કરાવી રહ્યાં છે. આ વચ્ચે કેટલાક શહેરોમાં શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી અપાઈ છે. જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 

Apr 9, 2021, 02:04 PM IST

Surat ની સ્કૂલોમાં કોરોનાનો ફફડાટ, 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકો આવ્યા પોઝિટિવ

સુરતમાં કોરોના કેસમાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં શાળાઓ સુધી કોરોના પહોંચી જતા શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

Mar 10, 2021, 10:36 PM IST

સુરતમાં ખાનગી શાળાના શિક્ષકોએ વાલીના ડેટાનો BJP ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ કરતા હોબાળો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ ભાજપ દ્વારા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. હવે ચૂંટણી પ્રચારનાં કામમાં તમામ કાર્યકર્તાઓ લાગી ચુક્યા છે. તેવામાં એક ઓડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક ખાનગી શાળાનાં શિક્ષકો દ્વારા શાળાના વાલીઓનાં ડેટાનો ઉપયોગ કરીને વાલીઓને ફોન કરી કરીને ભાજપના ઉમેદવાર અરૂણાબેન સિંગાળાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર અરૂણાબેન સિંગાળાનો ખાનગી શાળાઓ દ્વારા પ્રચાર પ્રસારનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Feb 11, 2021, 07:34 PM IST

ભાજપ-સંઘ સામસામે? શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવશે તો RSS સાથ આપશે !

ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બે દિવસીય કારોબારીની બેઠક મળી હતી. આ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સર કાર્યવાહ મનમોહન વૈદ્ય હાજર રહ્યા હતા. બેઠકમાં નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી. શિક્ષકોના પ્રશ્નો અંગે બેઠકમાં મંથન કરાયું. જેમાં કેટલાક પ્રશ્નોને લઈને કેન્દ્ર અને જુદી જુદી રાજ્ય સરકારોને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Jan 31, 2021, 06:13 PM IST

શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી

  • કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે
  • માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયકની ભરતી કરાશે
  • ગુજરાતીમાં 234 શિક્ષક સહાયકોની ભરતી થશે
  • સામાજિક વિજ્ઞાનમાં 289 શિક્ષક સહાયકોની ભરતી કરાશે

Jan 13, 2021, 02:03 PM IST

આવતી કાલથી ફરી એકવાર શરૂ થશે સ્કૂલો, આજે દિવાળી વેકેશનનો અંતિમ દિવસ

દિવાળી વેકેશન બાદ આવતીકાલથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઇ રહી છે. આજે સત્તાવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ હતો. કાલથી શાળામાં શિક્ષકોએ હાજર થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હતું

Nov 18, 2020, 10:15 PM IST

આ રાજ્યમાં એક સાથે શાળાના આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ

કોરોના (Corona) સંકટ વચ્ચે શાળાઓ ખોલવી યોગ્ય છે કે નહીં તેને લઈને ફરીથી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Nov 18, 2020, 03:47 PM IST

Army Public Schoolમાં Teachersની 8000 વેકેન્સી, એપ્લિકેશન કરવાની આ છે છેલ્લી તારીખ

જો તમે શિક્ષકની નોકરી કરવા ઇચ્છો છો તો તમારા માટે આ શાનદાર તક છે. દેશની 137 આર્મી પબ્લિક સ્કૂલ માં પી.જી.ટી. (PGT), ટી.જી.ટી (TGT) અને પી.આર.ટી (PRT) ટીચર્સની લગભગ 8000 ખાલી જગ્યા માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે

Oct 19, 2020, 09:18 PM IST

મોંઘીદાટ ખાનગી શાળાઓને શરમાવે તેવી છે આ પાદરાની શાળાની કામગીરી

કોરોનાની મહામારી વચ્ચે પોતાની ચિંતા કર્યા વગર પાદરાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોની ચિંતા કરી. મોંઘાદાટ શિક્ષણને ટક્કર મારે તેવી શાળાની કામગીરીને લઇ લોકોએ વખાણ કર્યા

Sep 2, 2020, 06:42 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્પ્રેડર

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્પ્રેડર બન્યા છે. એક જ દિવસમાં 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 70 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ત્રણ શિક્ષકોના મોત નિપજ્યા છે.

Jul 28, 2020, 10:51 AM IST

ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, શિક્ષકોને નુકસાન નહિ થાય, 2800 ગ્રેડ પેનો પરિપત્ર રદ કરાયો

ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેના સુધારાને મંજૂરી મળી છે. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને લાભ મળશે. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. 4200 ,4400 અને  4600 પગાર ધોરણ ચાલુ રહેશે. શિક્ષકોને અન્યાય નહિ થાય. 4200 ગ્રેડ પેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. 2010 પછીના શિક્ષકોની ભરતી થઈ છે એ લોકોને આનાથી નુકસાન થતું હતું એટલે 65,000 શિક્ષકોને લાભ મળશે. શિક્ષકોને 8 હજારથી વધારે નુકસાન થતું હતું માસિક કેવી રીતે આ નુકસાન જતું હતું. જોકે, શિક્ષકોને 4200 નો ગેડનો લાભ મળવામાં હજુ બે માસ લાગશે. 

Jul 17, 2020, 12:45 PM IST

ગુજરાત: શિક્ષણનો બગાડ ભલે થાય પરંતુ ભોજનનો બગાડ ન થવો જોઇએ !

ગુજરાતનાં શિક્ષકોની માથે એક પછી એક જવાબદારીઓ થોપવાનાં કારણે શિક્ષકોમાં પહેલાથી જ રોષ છે ત્યારે વધારે એક પરિપત્રએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સંયુક્ત શિક્ષણ નિયામકે પરિપત્ર કરીને શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. સામાજીક સંમેલન, લગ્ન, જન્મ દિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શીક્ષકોએ રાખવા તે પ્રકારનાં પરિપત્રથી હોબાળો થઇ ગયો છે. 

Jan 19, 2020, 12:33 AM IST