'આ કામ મારા કોઈ શત્રુનું હોઈ શકે...', લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Loksabha Election 2024: કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ કામ મારા કોઈ શત્રુનું હોઈ શકે, હું લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. આ નિવેદનથી સુરેન્દ્રનગર લોકસભામાં કુંવરજી બાવળિયાનામની ચર્ચાનો અંત આવ્યો છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાદ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ચૂંટણી લડવા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની લોકોમાં ચર્ચા થતી હતી.
રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગઢડાના રામપરા ગામથી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ કામ મારા કોઈ શત્રુનું હોઈ શકે, હું લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. આ નિવેદનથી સુરેન્દ્રનગર લોકસભામાં કુંવરજી બાવળિયાનામની ચર્ચાનો અંત આવ્યો છે.
રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે. બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાત મુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિતશત્રુઓએ આ અફવા ચલાવી છે.
પરંતુ હું જણાવી દવ છું કે, પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે