કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ અપાઈ

Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ થઈ રહેલા હુમલાથી ગુજરાત સહિત ભારતમાં ચિંતાનો માહોલ....પાટણનો એક વિદ્યાર્થી કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતો હોવાથી પરિવાર બન્યો ચિંતીત....ચૈતન્ય રાવ નામનો વિદ્યાર્થી કાન્સ સિટીમાં કરે છે MBSSનો અભ્યાસ

કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ અપાઈ

Kyrgyzstan Mob Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. હાલ પાકિસ્તાને પોતાના વિદ્યાર્થીઓને પરત આવવા માટે કામગીરી હાધ ધરી છે. આ માટે પાકિસ્તાની શનિવારે એક વિમાન મોકલીને પોતાના વિદ્યાર્થીઓને પરત બોલાવ્યા હતા. તો ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. 

હિંસાના વીડિયો વાયરલ થયા 
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્થાનિક લોકો વિદેશી વિદ્યાર્થીઓને માર મારી રહ્યાં છે. તો સાથે પોલીસ ઉભી રહીને તમાશો જોઈ રહી છે. ભીડે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. બહારથી પથ્થરમારો કર્યો હતો. તો વિદ્યાર્થીઓનો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. કહેવાય છે કે, સ્થાનિક વિદ્યાર્થીઓ અને મિસરના વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેના બાદ હિંસા ભડકી હતી. મિસરના વિદ્યાર્થીઓ ત્યાંથી યુવતીઓ સાથે છેડતીનો વિરોધ કરી રહ્યા હતા. તેના બાદ આ ઘટના બની હતી. 

ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ
કિર્ગિસ્તાન મીડિયા આઉટલેટે હિંસાને વિદેશીઓની સામેનો વિરોધ બતાવ્યો છે. કિર્ગિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પહેલા રિપોર્ટ આવ્યા હતા કે, પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે. જોકે, પાકિસ્તાન તરફથી આવી ખબરને ખોટી ગણાવાઈ છે. આ ઘટનામાં પાંચ પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હાલ પાકિસ્તાન તથા ભારતીય દૂતાવાસે પોતપોતાના વિદ્યાર્થીઓને હોસ્ટલની અંદર જ રહેવાની સૂચના આપી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 19, 2024

 

પાટણના રાવ પરિવારનો દીકરો કિર્ગિસ્તાનમાં ભણે છે
કિર્ગિસ્તાનની રાજધાનીમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટે આખરે રૌદ્ર સ્વરૂપ પકડતા તોફાનો હુમલો થયાની ઘટના સતત વધી રહી છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાટણ સહિત અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ભારતના અંદાજે 14,500 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે. જેમની સુરક્ષા પર મોટો ખતરો ઉભો થયો છે. પાટણના એક વિદ્યાર્થીનો પરિવાર ચિંતિત બન્યો છે. પાટણના તેજેન્દ્ર રાવ અને ઈન્દુબેન રાવનો દીકરો હાલ કિર્ગિસ્તાનમાં છે. તેમનો દિકરી કિર્ગિસ્તાનની કાન્સ સિટીમાં રહીને એમબીબીએસના છેલ્લાં વર્ષનો અભ્યાસ કરી રહ્યો છે. દીકરાને કારણે હાલ રાવ પરિવારમાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું છે. તેમના દીકરીએ કહ્યું કે, હાલ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. 

પાકિસ્તાને પોતાના વિદ્યાર્થીઓ પરત બોલાવ્યા
કિર્ગિસ્તાનની મીડિયા આઉટલેટ 24 એ જણાવ્યું કે, બિશ્કોકમાં ગત રોજ આ મારામારી થઈ હતી. વિદેશીઓની વિરોધનો કિસ્સો હવે પૂરો થઈ ગયો છે. પોલીસે મારામારી કરનારાને હટાવી દીધા હતા. આ હિંસામાં 29 લોકો ઘાયલ થયા છે. 14 ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તો બીજી તરફ, પાકિસ્તાને સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને પોતાના વિદ્યાર્થીઓને પરત બોલાવી લીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news