હીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયા

Recession In Diamond Industry : મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાને તાળાં... હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા... હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર... 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા... હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી...
 

હીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયા

Amreli News : ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીની ચુંગાલમાં ફસાયો છે. મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાંને તાળા લાગી ગયા છે. હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે. 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા છે. કેટલીક જગ્યાએ કારખાના 12 કલાકની જગ્યાએ 6 કલાક ચાલે છે. પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે. આમ, હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી આવી છે. 

ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગનું મોટુ ટર્નઓવર છે. સુરતમાં સૌથી વધારે હીરાના વેપાર થાય છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરમાં હીરાના નાના મોટા કારખાના આવેલા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં અનેક કારખાના છે. અમરેલી જિલ્લામાં એક સમયે 1200 કારખાના હતાં. મંદીના માર વચ્ચે હવે 900 કારખાના રહ્યાં છે, જેમાં 50 હજાર જેટલા કારીગરો કામ કરે છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો મંડરાયા છે. મંદીને કારણે 500 જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે. 

Add Zee News as a Preferred Source

દિવાળી પહેલા કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને છેલ્લા ઘણા સમયથી લાભ પાંચમ બાદ પણ કારખાના શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતું દિવાળી બાદ પણ સ્થિતિ બદલાઈ નથી. પરિણામે રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

દિવાળીના તહેવાર બાદ લાઠી, અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા સહિતના તુલાકના 500 જેટલા નાના મોટા હીરાના કારખાનાના ધંધા પર મોટી અસર પડી છે. અહીં ખેતી બાદ લોકો હીરા ઉદ્યોગ પર નભે છે. હાલ રત્ન કલાકારોની રોજગારી પર સવાલ ઉભો થયો છે. જિલ્લાના 47000 કારીગરો કેવી રીતે આવક મેળવશે તે મોટો સવાલ છે. આ કારણે યુવકો પણ ખેતીના માર્ગે વળી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હીરાના કારખાના છે. અમરેલી જિલ્લામાં પહેલા 1200 જેટલા હીરાના કારખાનાઓ હતા. તેમાંથી હાલ મંદીના કારણે 900 આસપાસ હીરાના કારખાનાઓ છે અને 50000 ઉપરાંત રત્ન કલાકારો કામ કરે છે અને રોજી રોટી મેળવે છે. 

રફ હીરાના ભાવમાં ૧૫ ટકા જેટલો ઘટાડો કરાયો
ડી-બીયર્સ દ્વારા હીરા ઉદ્યોગને જીવંત કરવા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રફ હીરાના ભાવમાં ૧૫ ટકા જેટલો ઘટાડો કરાયો છે. હીરા ઉદ્યોગની ભયંકર મંદીમાં આ નિર્ણય આશાનું કિરણ બનીને આવ્યું છે. સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માંગની અસર બાદ સુરત અને મુંબઇના ઉદ્યોગકારોમાં આ જાહેરાતથી રાહતની લાગણી અનુભવાઈ. આ નિર્ણયથી અન્ય માઇનિંગ કંપની અને સપ્લાયરો પર પણ ભાવ ઘટાડાવા દબાણ વધશે. વિશ્વની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને બેઠી કરવા ડી-બિયર્સનું સરાહનીય પગલું છે. તૈયાર હીરાના ભાવો સતત તૂટતાં રફ પણ સસ્તી થાય તેવી માંગ હતી તેવું હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news