Bhool Bhulaiyaa 3: હવે ઘર બેઠા જોઈ શકશો ભુલ ભુલૈયા 3, જાણો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
Bhool Bhulaiyaa 3 OTT: કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરીની ફિલ્મ ભુલ ભુલૈયા 3 જો તમે સિનેમાઘરોમાં જોવા જઈ શક્યા નથી તો હવે આ ફિલ્મ ઘર બેઠા જોવા મળશે. ડિસેમ્બર મહિનાના અંતે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
Trending Photos
Bhool Bhulaiyaa 3 OTT: કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયા 3 દિવાળી પર રિલીઝ થઈ હતી. ભૂલભૂલૈયા ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ હતી. ભૂલભૂલૈયા 3 બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. બોક્સ ઓફિસ પર રિલીઝના એક મહિના પછી હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.
ભૂલભૂલૈયા 3 ની ઓટીટી રિલીઝ ડેટ ની વાત કરીએ તો આ ફિલ્મ પર રિલીઝ થવાની છે. ભૂલભૂલૈયા 3 ડિસેમ્બર મહિનાના અંતે 27 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ ઓટીટી પર જોવા માટે લોકો આતુર હતા. હવે લોકોની આતુરતાનો અંત આવી જશે. કારણ કે 27 ડિસેમ્બરથી ભૂલભૂલૈયા 3 ફિલ્મ નિટફ્લિક્સ પર જોઈ શકાશે.
ભૂલભૂલૈયા 3 માં કાર્તિક આર્યનની સાથે તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મોમાં માધુરી દીક્ષિતનો ફક્ત એક કેમીયો છે પરંતુ આ નાનકડા રોલના પણ ખૂબ જ વખાણ થયા હતા. સાથે જ કાર્તિક આર્યનના પણ વખાણ થઈ રહ્યા છે. ભૂલભૂલૈયા 3 સાથે દિવાળી પર અજય દેવગનની સિંઘમ અગેન પણ રિલીઝ થઈ હતી. જોકે સિંઘમ અગેન ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ નવા વર્ષ પહેલાં ભૂલભૂલૈયા 3 ઓટીટી પર રિલીઝ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે