લોકસભા ચૂંટણી 2019: ભાજપના આ ઉમેદવારે કર્યો બળદ ગાડામાં અનોખો રોડ શો

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે કાલાવડ તાલુકાના ખરેડી ગામે પૂનમબેન માડમ દ્વારા ભવ્ય બળદગાડાનો અનોખો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.  

Updated By: Apr 7, 2019, 11:30 PM IST
લોકસભા ચૂંટણી 2019: ભાજપના આ ઉમેદવારે કર્યો બળદ ગાડામાં અનોખો રોડ શો

મુસ્તાક દલ/જામનગર: જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે કાલાવડ તાલુકાના ખરેડી ગામે પૂનમબેન માડમ દ્વારા ભવ્ય બળદગાડાનો અનોખો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

જામનગરના ભાજપના ઉમેદવાર પુનમબેન દ્વારા પ્રચાર પ્રસારનો એક નવતર કીમિયો અપનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે શહેરોમાં રોડ શોનું આયોજન થતા હોય છે. પરંતુ પ્રથમ વખત એવું બન્યું કે, નાના એવા ગામમાં પણ પૂનમ માડમનો રોડ શો યોજવામાં આવ્યો અને એ પણ કોઈ ભવ્યાતી ભવ્ય કારમાં નહિ પરંતુ ગામડાની ઓળખ એવા બળદગાડામાં બેસીને પણ પુનમબેન માડમ દ્વારા બળદ ગાડા રોડ શો યોજવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દલાલી અને બેઇમાની સાથે જોડાયેલી પાર્ટી: CM રૂપાણી

પુનમબેનની સાથે બળદગાડામાં ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી આર સી ફળદુ પણ સાથે જોડાયા હતા. જ્યારે 25 હજારની વસ્તી ધરાવતા ખરેડી ગામમાં પૂનમબેન માડમનો બળદગાડા રોડ શો સમગ્ર ગામમાં ફરી વળ્યો હતો અને લોકોએ ઠેર ઠેર તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

ખરેડી ગામની ગલી ગલીઓમાં પણ હર હર મોદી ઘર ઘર મોદીના નારા ગુંજ્યા હતા. પુનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા સૌ ગ્રામજનોએ આહવાન કર્યું હતું. જ્યારે ખરેડી ગામે યોજાયેલા રોડ શોમાં આસપાસના વીસથી ગામ વધુ ગામના ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. ખરેડી ગામમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.