રોબર્ટ વાડ્રા પણ કરશે કોંગ્રેસનો પ્રચાર, સ્મૃતીએ કહ્યું લોકો પોતાની જમીન બચાવે
રોબર્ટ વાડ્રાનાં ચૂંટણી પ્રચાર કરવાની વાત પર ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાનીએ કોંગ્રેસ પર વ્યંગ કર્યો હતો
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે રાજનીતિક દળોએ ચૂંટણી પ્રચાર ચાલુ કરી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનાં પતિ રોબર્ટ વાડ્રાએ રવિવારે કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ માટે સમગ્ર દેશમાં પ્રચાર કરશે. તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનું ઉમેદવારી દાખલ કરતા સમયે પણ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 1 0એપ્રીલ અને સોનિયા ગાંધી 11 એપ્રીલે ઉમેદવારી પત્ર ભરશે.
રોબર્ટ વાડ્રાની ચૂંટણી પ્રચાર કરવાની વાત પર ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મજાકિયા અંદાજમાં કોંગ્રેસ પર વ્યંગ કર્યો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, હું માત્ર એટલું જ નહી ઇચ્છું, જ્યાં જ્યાં રોબર્ટ વાડ્રા કોંગ્રેસનો પ્રચાર કરવા જવા માંગે છે, ત્યાંની જનતા ચોક્કસ થઇ જાય અને પોતાની જમીનો બચાવે. કેન્દ્રીય મંત્રીએ રોબર્ટ વાડ્રાની જમીનો સાથે પ્રેમ કરનારા વ્યક્તિ પણ ગણાવે. ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રા પર કથિત રીતે લંડનમાં 19 લાખ પાઉન્ડનાં બંગ્લા ખરીદવામાં કાળા નાણાને સફેદમાં બદલવાનો આરોપ છે.
#WATCH Union Minister Smriti Irani reacts on Robert Vadra to campaign for Congress party for the #LokSabhaElections2019 says, 'itna hi kehna chahoongi, jahan-jahan Shri Robert Vadra prachaar karne jana chahte hain wahan ki janta aagah hojaye aur apni zameenein bacha le.' pic.twitter.com/N1C5B99ogT
— ANI (@ANI) April 7, 2019
વાડ્રા હાલ આ મુદ્દે જામીન પર છે. જો કે દિલ્હીની એક કોર્ટે મની લોન્ડ્રિંગનાં આ મુદ્દે તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રા વગર પૂર્વ પરવાનગીએ દેશ છોડીને નજી હવાનાં નિર્દેશ આપ્યા છે. કોર્ટે તેમને અનેક અન્ય શરતો સાથે આગોતરા જામીન આપ્યા છે. કોર્ટે તેમને પુરાવા સાથે છેડછાડનાં સાક્ષીઓને પ્રભાવિત નહી કરવા તથા તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવતા તપાસમાં જોડાવાનાં નિર્દેશ આપ્યા. કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં બનેવી વાડ્રા પાસેથી પાંચ લાખ રૂપિયાનાં જાત જામીન ભરવા અને તેટલી જ રકમનાં અન્ય જામીન લાવવા માટે પણ જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે