ભાજપે મોરવા હડફ પેટાચૂંટણી માટે ઉમેદવારની કરી જાહેરાત, મહિલાને આપ્યું મહત્વ
અત્રે ઉલ્લેખનીય છે કે મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી (byelection) માટે ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેમાં રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોર, નિમિષાબેન સુથાર, મણિલાલ પારગીના નામો પર ચર્ચા થઈ હતી.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણી (byelection) ની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી (morva hadaf byelection) યોજાવાની છે. ત્યારે મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે નિમિષાબેન સુથારની પસંદગી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી (byelection) માટે ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેમાં રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોર, નિમિષાબેન સુથાર, મણિલાલ પારગીના નામો પર ચર્ચા થઈ હતી.
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના સંયોજનથી અસ્તિત્વમાં આવતી મોરવા હડફ વિધાનસભા બેઠક ભૌગોલિક અને રાજકીય સમીકરણોની રીતે ઘણી વિસંગતતાઓ ધરાવે છે. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. અને એ જ મુદ્દે અહીં અનેકવાર વિવાદો સર્જાયા છે.
ગત ટર્મના આ બેઠકના વિજેતા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને જાતિ પ્રમાણપત્ર રદ્દ થતા સસ્પેન્ડ કરાયા હતા. જે સમગ્ર મામલાને ભુપેન્દ્રસિંહે કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ વચ્ચે જ માંદગીના કારણે ભુપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થયું હતું. જેના બાદ ચૂંટણી પંચે મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે