દિલ્હીમાં ગુજરાતની જીતનો જશ્ન, PM મોદીએ કહ્યું-જનતા જનાર્દન સામે નતમસ્તક છું

BJP Victory In Gujarat Assembly Elections : દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે ગુજરાત ચૂંટણીની ભવ્ય જીતની ઉજવણી

દિલ્હીમાં ગુજરાતની જીતનો જશ્ન, PM મોદીએ કહ્યું-જનતા જનાર્દન સામે નતમસ્તક છું

Bjp Record Break Victory : 8 ડિસેમ્બર 2022નો દિવસ ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ એ દિવસ છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં ક્યારેય ન જોવાયા હોય તેવા સમીકરણો રચાયા છે. ભાજપે 150થી વધુ બેઠકો મેળવીને સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તો સર્જયો જ છે, સાથે જ ભાજપ હવે એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો છે. ત્યારે આ જીતની ઉજવણી દિલ્હી દરબારમાં થઈ રહી છે. દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે ભવ્ય જીતની ઉજવણી ચાલી રહી છે. જેમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ચારેતરફ કાર્યાલયમાં મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. 

પીએમ મોદીનું સંબોધન

  • પૂર્વજોએ વિરાસતમાં કહેવત આપી છે. આમદમી અઠ્ઠની, ખર્ચા રૂપિયા. આપણે આજુબાજુના દેશોમાં જોયુ, તેથી દેશ આજે સતર્ક છે. આજના જનાદેશમાં સંદેશ છે કે, સમાજની વચ્ચે અંતર વધારીને રાષ્ટ્રની સામે નવા ચેલેન્જિસ ઉભા કરીને વિકાસ કરી શકાતો નથી. લડવા માટે અનેક કારણો હોઈ શકે છે. પરંતુ જોડાવા માટે એક કારણ પૂરતુ છે, તે છે ભારત. જીવવા માટે અને મરવા માટે તેનાથી મોટુ કારણ કોઈ બીજુ બની શક્તુ નથી. તેથી ઈન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે આગળ વધવાનુ છે. 

  • અમે માત્ર જાહેરાત કરવા પૂરતી જાહેરાત નથી કરતા. અમે રાષ્ટ્ર નિર્માણ માટે નીકળેલા લોકો છીએ. દેશનો મતદાતા આજે જાગૃત છે કે, તેના હિતમાં શું છે અને નથી તે સારી રીતે જાણે છે. તે જાણે છે કે શોર્ટકટની રાજનીતિનં મોટું નુકસાન ઉઠાવવુ પડશે

  • ગુજરાતની જનતા જાણે, પરખે અને પછી નિર્ણય લે છે. યુવાઓએ અમારા કામને જાણ્યું, પરખ્યુ અન તેના પર ભરોસો કર્યો. યુવા ભાજપની વિકાસની રાજનીતિ ઈચ્છે છે. યુવા જાતિવાદ અને પરિવાદવાદના વાતમા આવતા નથી. ભાજપમાં વિઝન અને વિકાસ પ્રતિ પ્રતિબદ્ધતા પણ છે. 
  • ગુજરાતના પરિણામે સિદ્ધ કર્યું કે, સામાન્ય માનવીની વિકસિત ભારત માટે પ્રબળ આકાંક્ષા છે. દેશ સામે કોઈ ચેલેન્જિસ હોય તો જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. દેશ પર સંકટ આવે તો ભાજપ પર ભરોસો હોય છે. 
  • ઉતારચઢાવ અનેક આવ્યા, પરંતુ અમે આદર્શ અને મૂલ્યો પર અડગ રહીને બતાવ્યું છે. 8 વર્ષમાં દેશમાં બદલાવ જોવા મળ્યો, જે કાર્ય અને કાર્યશૈલીનો છે. 

  • આ વખતે ગુજરાતે રેકોર્ડ સર્જયો. હુ તમામ ભાજપી કાર્યકર્તાઓને અભિનંદન આપુ છું. ગુજરાતની જનતાને નમન કરુ છું. ચૂંટણી દરમિયાન કહ્યુ હતું કે, નરેન્દ્રનો રેકોર્ડ તૂટવો જોઈએ. મેં વાયદો કર્યો હતો કે, ભુપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડે તે માટે નરેન્દ્ર જીવ લગાવીને મહેનત કરશે. ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કર્યો. ગુજરાતની પ્રચંડ જીતમાં લોકોએ નવો ઈતિહાસ બનાવ્યો છે. અઢી દાયકાથી સરકારમાં રહેવાથી આ પ્રકારનો પ્રેમ અભૂતપૂર્વ છે. લોકોએ જાતિ, વર્ગ, સમુદાયના વિભાજનથી ઉઠીને ભાજપને વોટ આપ્યો છે. 
  • જે રીતે દિલ્હી કોર્પોરેશનને વિફળ કરવા જનતા સાથે ધોકો કરાયો. બીજેપીને જનસમર્થન મહત્વનુ છે કે, આ એવા સમયે આવ્યુ જ્યારે ભારત અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. લોકોએ ભાજપને વોટ આપ્યો, કારણ કે, ભાજપ દેશના હિતમાં મોટા અને આકરા નિર્ણય લેવાની હિંમત રાખે છે. ભાજપનું વધતુ જનસમર્થન બતાવે છે કે, પરિવારવાદ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ જનઆક્રોશ સતત વધી રહ્યો છે. હું આ બાબતને શુભ સંકેત તરીકે જોઉં છું. 
     
  • હું જનતા જનાર્દન સામે નતમસ્તક છું. જનતાનો આશીર્વાદ અભિભૂત કરનારો છે. ભાજપ પ્રતિ આ સ્નેહ દેશના અલગ અલગ રાજ્યની ઊપચૂંટણીમાં પણ દેખાયો, યુપીના રામપુરમાં ભાજપને જીત મળી. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સ્પષ્ટ સંકેત કરે છે. હું આજે ચૂંટણી પંચને અભિનંદન આપુ છું. એક પણ પોલિંગ બુથમાં રીપોલિંગ કરવાની નોબત આવી નથી. શાંતિથી લોકતંત્રની ભાવનાને સ્વીકારતા મતદાતાઓએ ઉત્સવને મોટી તાકાત આપી. તેથી ચૂંટણી પંચ અભિનંદનનું હકદાર છે. હું હિમાચલના મતદાતાઓનો આભારી છું. 1 ટકાથી ઓછા અંતરમા હિમાચલમાં ક્યારેય પરિણામ આવ્યુ નથી.   

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જીતનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 156 સીટો જીતીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 સીટ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ આ રેકોર્ડ તોડી દીધો છે. ગુજરાતમાં તમામ સીટોના પરિણામો સામે આવી ગયા છે. રાજ્ય વિધાનસભામાં ભાજપે 156 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 17 સીટો આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત મેળવી છે. 

Trending news