આવી ગઈ તારીખ, આ દિવસે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે
Gujarat Elections : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદી 10 તારીખે થશે જાહેર... ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવા માટે 9 તારીખે કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્લીમાં મળશે બેઠક...
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :આપ અને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે, પરંતુ ભાજપે હજી સુધી મગનું મરી કરી રહ્યુ નથી. પરંતુ આખરે ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત જલ્દી જ કરવા જઈ રહ્યું છે. 10 અથવા 11 નવેમ્બરે ભાજપ પહેલી યાદી જાહેર થઈ શકે છે. 9 અને 10 નવેમ્બરે ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે. આ દિવસોમાં 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર.પાટીલ હાજર રહેશે. જેના બાદ ઉમેદવારોની જાહેરાત થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ભાજપના ઉમેદવારો માટે હવે દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે. 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં બેઠક મળશે. 9 નવેમ્બરે સાંજે કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સાંજે 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક મળશે. આ બેઠકમા પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે.
દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ગુજરાતની તમામ 182 બેઠકોના દાવેદારો અંગે મનોમંથન થશે, જેના બાદ ઉમેદવારોના નામ પર અંતિમ મોહર લાગશે. આ બાદ 10 કે 11 નવેમ્બરે ભાજપ પહેલી યાદી જાહેર કરી શકે છે. 10 કે 11 નવેમ્બરે ભાજપની સંભવિત પહેલી યાદી આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે