‘કમા’ પર રાજનીતિથી ગિન્નાયું કોંગ્રેસ, કહ્યું-દિવ્યાંગોને તો ચૂંટણીમાં ન ધસેડો

Gujarat Elections 2022 : કમાની રાજકારણમાં એન્ટ્રી પર માહોલ ગરમાયો... ભાજપના મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગના નિવેદન પર કોંગ્રેસ લાલઘૂમ... કહ્યું, દિવ્યાંગોને તો ચૂંટણીથી દૂર રાખો 

‘કમા’ પર રાજનીતિથી ગિન્નાયું કોંગ્રેસ, કહ્યું-દિવ્યાંગોને તો ચૂંટણીમાં ન ધસેડો

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતની રાજનીતિમાં 'કમો' ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશના તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ મંત્રીએ ગઈકાલે અંબાજીમાં એેક નિવેદનમાં રાહુલ ગાંધીની સરખામણી કીર્તિદાન ગઢવીના કાર્યક્રમથી ફેમસ થયેલ દિવ્યાંગ કમા સાથે કરી હતી. ત્યારે કોંગ્રેસ ભાજપને આ મામલે વખોડ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક વર્માએ આ અંગે કહ્યું કે, ભાજપ માટે ચૂંટણી જીતવાનું મુખ્ય હથિયાર હેટ સ્પીચ છે. 

મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગના નિવેદન પર કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક વર્માએ કહ્યું કે, ભાજપ માટે ચૂંટણી જીતવાનું મુખ્ય હથિયાર હેટ સ્પીચ છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ હેટ સ્પીચ અંગે ચુકાદો આપતા ચિંતા વ્યક્ત કરી છે. ભાજપ આવ્યા બાદ હેટ સ્પીચનું પ્રમાણ વધ્યું છે. ભાજપના મંત્રીઓ ગુજરાતમાં આવીને ધૃણા વધારવાનું કામ કરે છે. પરંતું દિવ્યાંગોને તો ચૂંટણીમાં રહેવા દો. ભાજપના નેતાએ ના માત્ર એ કમા નામના બાળક, પરંતું તેની માતાને પણ ટાર્ગેટ કર્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અને કોંગ્રેસ આને વખોડે છે. આવી માનસિકતાવાળા લોકોને ગુજરાતની પ્રજા જવાબ આપશે. 

ઉલ્લેખનીય છે કે, વિશ્વાસ સારંગે રાહુલ ગાંધીની સરખામણી 'કમા' સાથે કરી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કૈલાશ સારંગે રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કહ્યું કે, કોંગ્રેસનો કમો ગરીબી હટાવોનો નારો લગાવે છે પણ ટી શર્ટ પહેરે છે 40 હજાર રૂપિયાનું. ભારત જોડવાનું કહીને કોંગ્રેસનો કમો યાત્રા પર નીકળ્યો છે અને આ કમાને ગળે લગાડવા માટે કોઈ ના મળ્યું તો એ યુવતીને ગળે મળ્યા જે યુવતી ભારત તોડવાની વાત કરે છે અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. 

આમ, કોઠારિયાના કમાનું નામ હવે રાજનીતિમાં નેતાઓને સંબોધવા માટે પણ થવા લાગ્યું છે. તેની શરૂઆત ભાજપે કરી છે. આ પહેલાં કેજરીવાલે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કંસ ગણાવ્યા હતા. જે બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ કેજરીવાલને કાળો નાગ ગણાવ્યા અને હવે એમપી સરકારના મંત્રી અને ભાજપના નેતા કૈલાશ સારંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસનો કમો ગણાવીને નવો વિવાદ છેડ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news