વઢવાણમાં ભાજપનો ચહેરો બદલાયો, જિજ્ઞા પંડ્યાને બદલીને આ નેતાને ઉમેદવાર બનાવ્યા

Gujarat Elections 2022 : જિજ્ઞા પટેલના પત્ર બાદ ભાજપે વઢવાણ બેઠક પર બદલ્યા ઉમેદવાર...જિજ્ઞા પંડ્યાના બદલે વઢવાણમાં ભાજપે જગદીશ મકવાણાને આપી ટિકિટ...આવતી કાલે જગદીશ મકવાણા ભરશે ફોર્મ
 

વઢવાણમાં ભાજપનો ચહેરો બદલાયો, જિજ્ઞા પંડ્યાને બદલીને આ નેતાને ઉમેદવાર બનાવ્યા

Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : વઢવાણ બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા બાદ ભાજપને ઉમેદવારનો ચહેરો બદલવાની ફરજ પડી છે. વઢવાણ બેઠક પર ભાજપે જિજ્ઞા પંડ્યાને બદલે વઢવાણથી જગદીશ મકવાણાને ટિકિટ આવી છે. કમલમમાં લાંબી બેઠક બાદ મોડી રાતે વઢવાણ બેઠક પર ઉમેદવાર બદલાયાની જાહેરાત કરી હતી. આ માટે જિજ્ઞા પંડ્યાને ગાંધીનગર બોલાવાયા હતા. ત્યારે આવતી કાલે નવા ઉમેદવાર જગદીશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરશે. 
 
અગાઉ ભાજપે વઢવાણ બેઠક પરથી જિજ્ઞા પંડ્યાને ટિકિટની જાહેરાત કરી હતી. પરંતુ ટિકિટ આપ્યાના ચાર દિવસમાં જ સમીકરણો બદલાઈ ગયા હતા. જિજ્ઞા પંડ્યાએ ઉમેદવારી પરત ખેંચવા પાર્ટીને પત્ર લખ્યો હતો. જિજ્ઞા પંડ્યા ભાજપના વઢવાણના ઉમેદવાર હતા. જોકે, કહેવાય છે કે, પાર્ટી દ્વારા જ ઉમેદવાર બદલવાની કવાયત હાથ ધરાઈ હતા. પાર્ટી દ્વારા જ જિજ્ઞા પંડ્યાને ઉમેદવારી પરત લેવા માટે કહેવાયુ હતું. કહેવાય છે કે, રણનીતિપૂર્વક ભાજપે આ પગલુ ભર્યું છે. અહીં જાતિકરણ સમીકરણને પગલે ઉમેદવાર બદલવાનું નક્કી કર્યું છે. 

ઉમેદવારી બદલવા જિજ્ઞા પંડ્યા કમલમ પહોંચ્યા હતા
ભાજપમાં વઢવાણ બેઠક પર ઉમેદવાર બદલવાની ચાલી રહેલી કવાયત વચ્ચે સાંજે જિજ્ઞા પંડ્યા કમલમ પહોંચ્યા હતા. જિજ્ઞા પંચાલે કહ્યું હતું કે, પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. પક્ષ દ્વારા જ મારું નામ આપ્યું છે, તે કહેશે એમ કરીશું. પક્ષ કહેશે કે દાવેદારી કરો તો કરીશ, અન્યથા દાવેદારી પરત ખેંચીશ. જિજ્ઞા પંડ્યાને ઉમેદવારી પરત લેવા માટે મનાવી લેવામાં આવ્યા હતા. તેઓ પાછો ખેંચે એટલે નવા ઉમેદવાર જાહેર કરવામાં આવી હતી. 

ભાજપ કેમ બદલ્યો ઉમેદવાર 
ભાજપે અહીં તદ્દન નવો ચહેરો જિજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. ત્યારે તેમને ટિકિટ અપાતા વિવાદ શરૂ થયો હતો. સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા છે. વઢવાણ બેઠક ભાજપનો ગઢ ગણાય છે, તે ભાજપની સેફ બેઠક છે, અહી લડનારને ટિકિટ આપે તો તે ઉમેદવાર જીતે છે. જિજ્ઞા પંડ્યાને બદલે જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપવાની ચર્ચા ઉઠી હતી. જગદીશ મકવાણાનું નામ પણ પાર્લામેન્ટરી બોર્ડમા ચર્ચામાં હતું. કારણ કે, જગદીશ મકવાણા સથવારા સમાજમાંથી આવે છે, અને ભાજપે આ સમાજમાંથી કોઈને ટિકિટ આપી નથી. તેથી આ સમાજને સાચવવા તેમને ટિકિટ આપવી જરૂરી છે. તેથી હાલ વિરોધને જોતા જો અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ અપાય તો ભાજપને હારનો સામનો કરવો પડી શકે તેમ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news