પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની લાલ આંખ, ત્રણ સભ્યોને કર્યા સસ્પેન્ડ
પક્ષવિરોધી પ્રવૃતિ કરતા સભ્યો સામે ભારતીય જનતા પાર્ટીએ પગલા ભરવાની શરૂઆત કરી છે.
- પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કરાયા સસ્પેન્ડ
- અમદાવાદ જિલ્લાના પ્રાગ્જી પટેલને કરાયા સસ્પેન્ડ
- પાટણ જિલ્લાના દશરથ પટેલને કરાયા સસ્પેન્ડ
Trending Photos
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે આકરા પગલા કરવાની શરૂઆત કરી છે. આ કાર્યવાહીમાં ભાજપે પાર્ટીના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા પ્રાગજી પટેલ, પાટણ એપીએમસીના ચેરમેન દશરથ પટેલ અને જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણ યાદવને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
આમ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પક્ષવિરોધી કામ કરતા સભ્યો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. આમ હજુપણ જે વ્યક્તિ પાર્ટી વિરોધી પ્રવૃતિ કરવામાં સામેલ હશે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે