ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, ટેમ્પો ભરીને ચૂંટણી સાહિત્ય કમલમમાં પહોંચ્યું

ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, ટેમ્પો ભરીને ચૂંટણી સાહિત્ય કમલમમાં પહોંચ્યું
  • ભાજપ પ્રમુખ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મહાનગરપાલિકામાં એક સાથે તમામ ઉમેદવારોને સંકલ્પ લેવડાવશે
  • ભાજપના કમલમ કાર્યાલયથી ચૂંટણી સાહિત્ય જે તે મહાનગરપાલિકામાં ઉમેદવારો માટે રવાના થવાની શરૂઆત થઈ

બ્રિજેશ દોશી/હિતલ પારેખ/ગાંધીનગર :ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સીધા ચૂંટણી પ્રચારમાં જોડાશે. મહાનગરપાલિકા માટેનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમદાવાદથી થશે. ત્યારે આવતી કાલથી સરકારના મંત્રીઓ અને પ્રદેશ હોદ્દેદારો પણ પ્રચારના મેદાનમાં ઉતરશે. આ માટે સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારોને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપાઈ છે. 

આવતીકાલે તમામ ઉમેદવારો સંકલ્પ લેશે 
આવતીકાલથી ભાજપના પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત થશે. તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો જનસંકલ્પ લેશે. પ્રજાના કામો કરવાનો તમામ ઉમેદવારો સંકલ્પ લેશે. અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાનાર  કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. જેમાં તેઓ અમદાવાદના તમામ 192 ઉમેદવારોને જનસંકલ્પ લેવડાવશે. ભાજપ પ્રમુખ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મહાનગરપાલિકામાં એક સાથે તમામ ઉમેદવારોને સંકલ્પ લેવડાવશે. 

આ પણ વાંચો : રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ

ઉમેદવારોને આપવાનું ચૂંટણી સાહિત્ય તૈયાર 
તો બીજી તરફ, ભાજપના કમલમ કાર્યાલયથી ચૂંટણી સાહિત્ય જે તે મહાનગરપાલિકામાં ઉમેદવારો માટે રવાના થવાની શરૂઆત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ચૂંટણી સાહિત્ય છાપામાં આવ્યું છે. ભાજપ તેના દરેક ઉમેદવારોને પોતાના વિસ્તાર માટે ચૂંટણી સાહિત્ય ભાજપ કાર્યાલયથી પૂરું પાડશે. ઉમેદવારે પોતાને જરૂરી ચૂંટણી સાહિત્ય મટીરીયલ પોતાની જરૂરિયાત પ્રમાણે નોંધાવવું પડશે, ત્યાર પછી તેનું વિતરણ કરાશે. આગામી બે દિવસમાં પ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારો અને ત્યાર પછી તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોને ચૂંટણી મટીરિયલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવશે. આજે સવારે 13 ટેમ્પો રીક્ષામાં ચૂંટણી સાહિત્ય કમલમ પર લાવવામાં આવ્યુ છે. હાલ કમલમ કાર્યાલયના ભોયરામાં તમામ ચૂંટણી સાહિત્યના પાર્સલો મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં ચૂંટણી જીતવા કોંગ્રેસને લોખંડના ચણા ચાવવા પડશે, એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મંથન 
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. જેમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 81 નગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા પૂર્ણ થશે. બપોર બાદ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી માટે ભાજપ એ જ માપદંડો પર કામ કરશે, જે મહાનગરપાલિકામાં અપનાવ્યા છે. આવામાં જો પક્ષ પોતાનો નિયમ ન પાળે તો ભાજપમાં પણ નવાજૂની થઈ શકે છે. જે દાવેદારોને ટિકિટ ના મળે તો પક્ષાંતર કરવાના બદલે પક્ષમાં રહીને જ નિષ્ક્રિય રહેવા અથવા તો ઉમેદવારને નુકસાન કરી શકે એવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news