બિનસચિવાલય પરીક્ષાના કૌભાંડ બાદ સરકારે લીધો બોધપાઠ, બોર્ડ પરીક્ષા માટે ખાસ છૂટ્યા ખાસ આદેશો

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam)માં કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્યવ્યાપી આંદોલન થયા, પરીક્ષા રદ અને સરકાર પણ બદનામ થઈ. વિદ્યાર્થી આંદોલન ફાટી નીકળ્યા બાદ આખરે ગુજરાત સરકારે ગઈકાલે પરીક્ષા રદ થયાની જાહેરાત કરી હતી. ત્યારે બિનસચિવાલય પરીક્ષા રદ થયા બાદ શિક્ષણ વિભાગે પણ બોધપાઠ લીધો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા (Board Exam) માટે ખાસ આદેશો છૂટ્યા છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પણ તકેદારીના પગલા લેવાશે તેવી જાહેરાત વિભાગ દ્વારા કરાઈ છે. 
બિનસચિવાલય પરીક્ષાના કૌભાંડ બાદ સરકારે લીધો બોધપાઠ, બોર્ડ પરીક્ષા માટે ખાસ છૂટ્યા ખાસ આદેશો

હિતલ પારેખ/ગાંધીનગર :બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam)માં કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્યવ્યાપી આંદોલન થયા, પરીક્ષા રદ અને સરકાર પણ બદનામ થઈ. વિદ્યાર્થી આંદોલન ફાટી નીકળ્યા બાદ આખરે ગુજરાત સરકારે ગઈકાલે પરીક્ષા રદ થયાની જાહેરાત કરી હતી. ત્યારે બિનસચિવાલય પરીક્ષા રદ થયા બાદ શિક્ષણ વિભાગે પણ બોધપાઠ લીધો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા (Board Exam) માટે ખાસ આદેશો છૂટ્યા છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પણ તકેદારીના પગલા લેવાશે તેવી જાહેરાત વિભાગ દ્વારા કરાઈ છે. 

દર વર્ષે માર્ચ મહિનામાં લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે. આ પરીક્ષા પર લાખો વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થાય છે. ત્યારે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ આદેશ કર્મચારીઓને કરવામાં આવ્યા છે. લાખો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તે માટે ખાસ તકેદારી રાખવાના આદેશ અપાયા છે. બિનસચલિવાલય પરીક્ષા રદ થયા બાદ આખરે તંત્ર જાગ્યુ છે અને બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ તંત્રને આ મામલે તાકીદ કરી છે. 

બિનસચિવાલય જેવી પરિસ્થિતિનું નિર્માણ બોર્ડની પરીક્ષામાં ન થાય તે ધ્યાન રાખવાની સલાહ અપાઈ છે. સાથે જ સીસીટીવીનો વ્યાપ વધે અને કોઈ વિદ્યાર્થી મોબાઈલ લઈને કે અન્ય કોઈ સાહિત્ય લઈને વર્ગખંડમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે. 

  • ગૌણ સેવાની પરીક્ષા રદ કર્યા બાદ સરકાર અન્ય પરીક્ષાઓમાં પણ તકેદારી રાખશે. 
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 
  • પેપર સેટ કરવાથી લઈને પેપર ચકાસણી સુધી વ્યવસ્થા ફુલ પ્રુફ કરાશે
  • સીસીટીવી કેમેરા, પેપર ચકાસણી, પેપર લાવવા લઈ જવાની વ્યવસ્થા વગેરેમા યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news