લાંચિયા અધિકારી હર્ષદ ભોજક સસ્પેન્ડ! સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં આવા લાંચિયા બાબુઓની બૂમ

Corruption Case: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લાખો રૂપિયાના લાંચ કેસમાં એએમસીના પૂર્વ ટીડીઓ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ખબરો સામે આવતાની સાથે જ ખાતાકિય તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ લાંચિયા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં રાજ કરે છે આવા લાંચિયા બાબુઓ...ક્યારે લેવાશે પગલાં...???

લાંચિયા અધિકારી હર્ષદ ભોજક સસ્પેન્ડ! સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં આવા લાંચિયા બાબુઓની બૂમ
  • AMCના અધિકારીના લાંચ કાંડનો મામલો
  • ગમે ત્યારે લાંચિયા અધિકારી હર્ષદ ભોજક સસ્પેન્ડ
  • હર્ષદ ભોજકની સાથે સંકળાયેલા સ્ટાફની થઈ શકે પૂછપરછ
  • AMCની પૂર્વ ઝોનની એસ્ટેટ ઓફિસમાં પડી ગયો સોપો
  • હર્ષદ ભોજક જ્યાં બેસતા હતા તે ઓફિસ હાલ બંધ
  • એસ્ટેટ વિભાગની બહાર ACBના મોટા બોર્ડ લાગ્યા

Corruption Case: AMC પૂર્વ ઝોન આસિસ્ટન્ટ TDO ને આખરે સસ્પેન્ડ કરાયા. લાંચિયા અધિકારી હર્ષદ ભોજક જે ઓફિસમાં બેસતા હતા તે ઓફિસ હાલ બંધ છે. સરકારી બાબુઓના વધતા ભ્રષ્ટાચારને ડામવા સરકાર એક્શનમાં. બેનામી સંપત્તિ જપ્ત કરવાનો કાયદો ગુજરાતમાં અમલી બની શકે છે. કાયદાને આખરી ઓપ આપવા કવાયત હાથ ધરાઈ છે. આ સંદર્ભે જ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને મહત્ત્વની બેઠક યોજાશે. જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. 

  • મુખ્યમંત્રી નિવાસ્થાને આજે ભ્રષ્ટ બાબુઓ સંદર્ભે બેઠકઃ
  • રાજ્યમાં પકડાઈ રહેલા ભ્રષ્ટ અધિકારીઓ ને કારણે નવો કાયદો આવી શકે છે 
  • ભ્રષ્ટ અધિકારીઓ પકડાય તો તેમની બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીમાં કાયદામાં જોગવાઈ 
  • મુખ્યમંત્રી નિવાસ્થાને આજે આ સંદર્ભે બેઠક પણ યોજાશે 
  • રાજકોટના અગ્નિકાંડ અને અમદાવાદના ભ્રષ્ટ અધિકારીઓ ના દાખલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ 
  • કાયદાકીય નિષ્ણાતો ને ધ્યાનમાં લઈને કાયદાને આખરી ઓપ આપવાની કવાયત 
  • ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ એ કવાયત હાથ ધરી

લાંચિયા બાબૂ કેસ નંબર-1
અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એટલું જ નહીં તેમના ઘરે જ્યારે તપાસ કરવામાં આવી તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. કારણ કે, તેમને ત્યાંથી 70 લાખ રૂપિયા રોકડા અને સાડા ચાર લાખની કિંમતનું સોનું મળી આવ્યું છે..મળતી માહિતી પ્રમાણે વિસ્તૃત તપાસમાં આ અધિકારીની વધારે બેનામી સંપતિનો ખુલાસો થઈ શકે છે..આ અધિકારીના કારનામાએ ફરી એકવાર એ ભ્રષ્ટ અધિકારીઓની યાદ અપાવી છે. જેમણે નોકરી તો મેળવી પ્રજાના કામ કરવા માટે, પરંતુ પોતાના ખિસ્સા ભરવા સિવાય તેમણે બીજું કાંઈ જ ન કર્યું. 

લાંચિયા બાબૂ કેસ નંબર-2
આવા જ વધુ એક પૂર્વ અધિકારીનું નામ છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠિયા. રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ સાગઠિયા પર ગાજ વરસી અને તપાસમાં તેમના કારનામા ખુલતા ગયા. સાગઠિયાની કરોડોની અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ થયો છે. 

લાંચિયા બાબૂ કેસ નંબર-3
લાંચિયા અધિકારીઓની યાદીમાં IAS અધિકારી આયુષ ઓકનું પણ નામ સામે કરવું પડે. જેમને સુરતના ડુમસ જમીન કાંડમાં સરકારે ઘરભેગા કરી દીધા છે. વર્ષ  2021થી 2024 સુધી આયુષ ઑક સુરતના કલેકટર હતા ત્યારે તેમણે જમીન કાંડ આચર્યો હોવાનો આરોપ હતો. જે બાદ તેમને વલસાડના કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તો માત્ર ત્રણ કિસ્સા અમે તમને બતાવ્યા. પરંતુ એવા અનેક લાંચિયા અધિકારીઓ છે. જેમના ભ્રષ્ટ કામોનો હજુ પર્દાફાશ નથી થયો. જરૂરી છે કે, આવા તમામ બાબુઓ સામે કડક પગલાં લેવામાં આવે. જેથી અન્ય અધિકારીઓ લાંચ લેવાનો વિચાર કરતા પણ ડરી જાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news