ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ, જાણો એક્ટિવ કેસ
હાલ રાજ્યમાં કોરોનાના કુલ 1301 એક્ટિવ કેસ છે. જે પૈકી 7 દર્દીઓની તબિયત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય 1294 દર્દીઓની હાલત સ્થિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસના દૈનિક આંકડો દિવસે-દિવસે ઘટી રહ્યો છે. ત્યારે આજે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 155 કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 250 દર્દીઓ સારવાર બાદ સાજા થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.04 ટકા પર પહોંચ્યો છે.
હાલ રાજ્યમાં કોરોનાના કુલ 1301 એક્ટિવ કેસ છે. જે પૈકી 7 દર્દીઓની તબિયત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય 1294 દર્દીઓની હાલત સ્થિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા 155 કેસ પૈકી સૌથી વધુ 51 સંક્રમિતો તો એકલા અમદાવાદમાંથી જ સામે આવ્યાં છે. આ સિવાય સુરત જિલ્લામાં 23, વડોદરામાં 28, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 9-9, વલસાડ જિલ્લામાં 6 તેમજ ભરૂચ જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે