corona cases in gujarat

રાજકોટમાં કોઈ વેપારી માસ્ક વગર જોવા મળશે તો દુકાન 7 દિવસ માટે સીલ કરાશે

કોરોનાને ડામવા માટે કડકમાં કડક પગલા લેવા જરૂરી છે. સાથે જ લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે. લોકો જેટલા સચેત રહેશે તેટલા કોરોનાથી બચી શકશે. રાજકોટમાં પણ કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે કોરોનાના કેસ ઓછા કરવા માટે રાજકોટ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે મહત્વનો નિર્ણય લીધો છે. 

Apr 18, 2021, 07:36 AM IST

સુરતમાં ચિતા સળગાવવા લાકડા ખૂટ્યા, રસ્તાના વૃક્ષોને કાપીને લાકડા-ડાળીઓ સ્મશાન ગૃહોમાં મોકલાયા

સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. સતત અંતિમ સંસ્કારને લઈ બે ચિતાઓને નુકસાની થઈ છે. આ કારણે મૃતદેહોના અંતિમ સંસ્કારનું લિસ્ટ લંબાયું છે. તો સાથે જ અંતિમ વિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે. એક તરફ જ્યાં સ્મશાન ગૃહમાં ચીમનીઓ પિઘળવા લાગી છે, ત્યાં બીજી તરફ, સ્મશાન ગૃહોમાં મૃતદેહોને બાળવા માટે લાકડા પણ ખૂટી રહ્યાં છે. 

Apr 15, 2021, 10:42 AM IST

ગુજરાતમાં દર કલાકે 3 ના મોત, જામનગરની જીજી કોવિડ હોસ્પિટલના તબીબોએ 9 દિવસથી આરામ કર્યો નથી

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ તે આવી રીતે સમજીએ. રાજ્યમાં દર મિનિટે ચારથી વધુ દર્દીઓ સામે આવી રહ્યાં છે, તો દર કલાકમાં 3 લોકોના જીવ જઈ રહ્યાં છે. સરકાર અને મેનેજમેન્ટ માટે આ માત્ર આંકડો જ હોઈ શકે છે, પરંતુ ગુજરાતમાં દર કલાકે કોઈને કોઈ પોતાના સ્વજનને ગુમાવી રહ્યું છે. ઓક્સિજન ન મળવાથી દર્દીના જીવ જઈ રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ ન મળવાથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી પડ્યા રહે છે. અગ્નિ સંસ્કાર કરવા માટે અનેક મૃતદેહોની લાઈનો પડે છે. 

Apr 15, 2021, 08:11 AM IST

મૃતદેહોના અંતિમ સંસ્કાર કરીને સ્મશાન ગૃહની ભઠ્ઠીઓ પણ થાકી ગઈ, સુરત-મોરબીમાં થયું મોટું ડેમેજ

કોવિડ 19 મહામારીની વચ્ચે મૃતદેહોની સંખ્યા સતત વધી રહી છે, જેને કારણે હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, કટેલાક સ્મશાન ગૃહોની ભઠ્ઠીઓ પીઘળવા લાગી છે. અથવા તો તેનામાં ડેમેજ થઈ રહ્યું છે. સુરત અને મોરબી જિલ્લામાંથી આ ઘટનાઓ સામે આવી છે. 

Apr 15, 2021, 07:33 AM IST
Corona cases in Gujarat PT7M19S

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર

Corona cases in Gujarat

Mar 26, 2021, 08:30 PM IST
Know the biggest news of relief about Corona from Ahmedabad, watch the video PT3M25S

Ahmedabad થી Corona અંગેની સૌથી મોટી રાહતની ખબર, જુઓ વીડિયો

Know the biggest news of relief about Corona from Ahmedabad, watch the video

Jan 20, 2021, 11:35 AM IST

Coronaના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા લગ્ન સમારંભ (Wedding Ceremony) અને સભાઓને (Meetings) મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

Nov 23, 2020, 01:22 PM IST

અક્ષરધામ મંદિર આ તારીખ સુધી રહેશે બંધ, ભક્તોને નહીં કરી શકે ભગવાનના દર્શન

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદમાં કર્ફ્યૂ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું

Nov 23, 2020, 10:15 AM IST
Continuous increase in corona cases in Gujarat PT3M10S

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો

Continuous increase in corona cases in Gujarat

Sep 6, 2020, 08:30 PM IST

Gujarat Corona Update : નવા 1015 દર્દી, 1094 દર્દી સાજા થયા 19 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1015 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1094 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51217 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 787.95 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,62,264 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1090 તથા અન્ય રાજ્યના 04 એમ કુલ 1094 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1015 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.

Aug 15, 2020, 07:42 PM IST

વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 1700ને પાર

વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1783 થઈ છે. 197 સેમ્પલમાંથી 45 પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી વધુ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1146 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાથી 50 દર્દીઓના મોત થયા છે.

Jun 19, 2020, 09:39 PM IST

Corona Update: ભરૂચમાં 14 તો પાટણમાં 8 નવા પોઝિટિ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ 5 થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાટણમાં આજે વધુ 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Jun 19, 2020, 05:07 PM IST