કિચન અને બેડરૂમથી સજ્જ આ છે દુનિયાની સૌથી મોટી Hummer! જુઓ વીડિયો
Dubai Sheikh Giant Hummer: તાજેતરમાં જ દુબઈથી દુનિયાની સૌથી મોટી હમરનો વિડીયો સામે આવ્યો છે. તેનું નામ Hummer H1 “X3” છે, જે નિયમિત હમર કરતા ત્રણ ગણી મોટી છે. આ હમરની લંબાઈ 14 મીટર છે.
Trending Photos
Biggest Hummer from Dubai: આજના દિવસોમાં કાર્સ તે ફક્ત ટ્રાન્સપોર્ટથી વધુ લક્ઝરી સ્ટેટમેન્ટ બની ગઈ છે. ઘણા લોકો કારને શાનદાર લુક આપવા માટે મોડિફાઈ કરે છે કે કોઈ પણ તેને જોઈ ચોકી જાય.. હાલમાં જ દુબઈમાં દુનિયાની સૌથી મોટી હમરનો વિડીયો સામે આવ્યો છે. આ SUV હમાદ બિન હમદાન અલ નાહયાનની છે, જે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શાહી પરિવારના સભ્ય છે. આ હમર એટલી મોટી છે કે તેની સામે અન્ય કાર અને માણસો પણ ખૂબ નાના દેખાય છે. તેનું નામ હમર H1 “X3” છે, જે નોર્મલ હમર કરતા ત્રણ ગણી મોટી છે.
આ હમરની લંબાઈ 14 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5.8 મીટર છે. તેને સામાન્ય કારની જેમ ચલાવી શકાય છે. તેમાં ડીઝલ એન્જિન છે અને 4 વ્હીલ ડ્રાઇવ ફીચર પણ આપવામાં આવ્યું છે. તેને અંદરથી હોટલ જેવી બનાવવામાં આવી છે. SUVની અંદર ટોયલેટ અને સિંકની સુવિધા પણ છે અને બેડરૂમ પણ મળે છે.
Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable
[read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx
— Massimo (@Rainmaker1973) July 27, 2023
આ હમરને જોઈને લોકો સોશિયલ મીડિયા પર ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે તેને "Humzilla" નામ આપ્યું છે. હમાદ બિન હમદાનને અનોખા દેખાતા વાહનોનો ખૂબ શોખ છે. તેમના કાર કલેક્શનમાં સેંકડો વાહનોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાકે તેના અનોખા દેખાવ અને ડિઝાઇન માટે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે.
Hummer ને શરૂઆતમાં સેના માટે મલ્ટી પર્પઝ વેહિકલ તરીકે વિકસાવવામાં આવી હતી. 1989માં પનામા હુમલા અને 1990ના દાયકાની શરૂઆતમાં પર્સિયન ગલ્ફ વોર દરમિયાન યુએસ સેના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હમર તેના વિશિષ્ટ દેખાવ, શક્તિશાળી એન્જિન અને મજબુતતાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ એસયુવી શરૂઆતમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની હોલીવુડ ફિલ્મોમાં લોકપ્રિય બની હતી. ત્યારબાદ, ડિસેમ્બર 1999માં, જનરલ મોટર્સે એએમ જનરલ પાસેથી હમરના વેચાણ અને માર્કેટિંગ રાઇટ્સ ખરીદ્યા, અને બાદમાં હમર H2 અને H3 લોન્ચ કરવામાં આવી..
આ પણ વાંચો:
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ
સાચવજો..ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ,સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઉભરાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે