ગુજરાતના IPS અધિકારીની પત્નીએ કરી આત્મહત્યા, પોલીસ બેડામાં હડકંપ મચી ગયો

IPS Officer Wife Suicide : વલસાડ મરીન સિક્યોરિટીમાં એસપી તરીકે ફરજ બજાવતા આઈપીએસ રાજન સુસરાના પત્નીએ અમદાવાદમાં તેમના ઘરમાં આપઘાત કર્યો

ગુજરાતના IPS અધિકારીની પત્નીએ કરી આત્મહત્યા, પોલીસ બેડામાં હડકંપ મચી ગયો

Ahmedabad News : ગુજરાતના IPS અધિકારીની પત્નીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. રાજન સુસરાના પત્નીએ તેમના થલતેજ નિવાસ સ્થાને જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. 

વિગતો મુજબ અમદાવાદના થલતેજ ખાતે રહેતા  IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે. જોકે, આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. હાલ તપાસ શરૂ કરાઈ છે. 

હજી એક મહિના પહેલા જ લગ્નની 31 મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી લીધું છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. પત્નીના આપઘાત કેસમાં આઈપીએસ રાજન સુસરાની પણ તપાસ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news