કહેવાય છે કે ગુજરાતના આ પ્રેમી પંખીડા મોત બાદ એક થયા, તો દુનિયામાં આવશે મોટો પ્રલય

The Great Love Story : કચ્છની ધરતી પર જેસલ તોરલની સમાધિનો ઈતિહાસ રચાયો છે... અંજારમાં આવેલી જેસલ તોરલ વચ્ચેની સમાધિ ખસી રહી છે... બંને એકબીજાની નજીક આવી રહી છે 
 

કહેવાય છે કે ગુજરાતના આ પ્રેમી પંખીડા મોત બાદ એક થયા, તો દુનિયામાં આવશે મોટો પ્રલય

Jesal Toral samadhi : કચ્છ એટલે સાહસીક અને શૂરવીરોની ભૂમિ. આ ભૂમિ પર અનેક શૂરવીરો પેદા થયા છે અને અનેક ગાથા લખાઈ છે. તેમાંથી એક ગાથા છે જેસલ તોરલ. કચ્છમાં આવેલ ઐતિહાસિક શહેર અંજારમાં એક એવી કહાની રચાઈ હતી, જેને દુનિયાના પ્રલય સાથે જોડવામાં આવે છે. અંજારમાં જેસલ તોરલની સમાધિ આવેલી છે. કહેવાય છે કે, આ સમાધિ વચ્ચેનું અંતર ધીરે ધીરે ઘટી રહ્યું છે. જ્યારે પણ આ સમાધિ એક થઈ જશે ત્યારે દુનિયાનો અંત આવી જશે. 

અંજારમાં આવેલી છે સમાધિ 
અંજાર શહેરમાં ઐતિહાસિક દ્રષ્ટિએ જેસલ તોરલની કોઇપણ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ એવું કહેવાય છે કે અંજાર શહેરમાં આવેલી જેસલ-તોરલની સમાધી એક બીજાથી થોડા અંતરમાં આવેલી છે. એક એવી માન્યતા રહેલી છે કે આ બંને સમાધી એક બીજાથી આકર્ષાય છે અને જ્યારે આ અંતર શુન્ય થઇ જશે ત્યારે પ્રલય આવશે. તો કેટલાક કહે છે કે બંને એક થશે તો દુનિયાનો અંત આવી જશે. 

જેસલ તોરલની કહાની શું છે
જેસલ જાડેજાની આખા કચ્છમાં ડર હતો લોકોના એમના નામથી જ થરથર કાપતા હતા. કહેવાય છે કે 14 મી સદીના મધ્યભાગમાં તેઓ થઈ ગયાં. ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુવરી જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી. જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને તે જંપતો હતો.

 
કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં. આ વાત જેસલને કાને પડતાં તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો હતો. એક વખત સાંસતિયાજીના ઘરે ભજન હતાં બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોચી ગયો તેમના ઘોડારમાં. અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો.
 
સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો.

આ ગુજરાતી ફિલ્મે કમાણીમાં બાહુબલીને પણ પછાડી હતી, બાહુબલી કરતા પણ મોટી હીટ બની હતી
 
જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપમો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો.
 
આ બંને સમાધી એક બીજાથી આકર્ષાય છે
તે જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલી છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. આ કહાનીને પૃથ્વીના પ્રલય સાથે પણ જોડવામાં આવે છે. અંજાર શહેરમાં ઐતિહાસિક દ્રષ્ટિએ જેસલ તોરલની કોઇપણ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ એવું કહેવાય છે કે અંજાર શહેરમાં આવેલી જેસલ-તોરલની સમાધી એક બીજાથી થોડા અંતરમાં આવેલી છે. એક એવી માન્યતા રહેલી છે કે આ બંને સમાધી એક બીજાથી આકર્ષાય છે અને જ્યારે આ અંતર શુન્ય થઇ જશે ત્યારે પ્રલય આવશે.

આ કહાની પર બનેલી ફિલ્મ સુપરડુપર હીટ ગઈ હતી
1971 ના વર્ષમાં આવેલી ફિલ્મ જેસલ તોરલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની એવરગ્રીન ફિલ્મ છે. આ ફિલ્મ જ્યાં જ્યાં લાગી હતી, ત્યાં ત્યાં હાઉસફુલના પાટિયા લાગતા હતા. આ ફિલ્મથી ઉપેન્દ્ર ત્રિવેદી રાતોરાત સ્ટાર બન્યા હતા. આ ફિલ્મે ગુજરાતી ફિલ્મના નવો દોર આણ્યો હતો. તેણે ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલી નાંખી હતી. જેસલ તોરલ એ ૧૯૭૧ ની ભારતીય ગુજરાતી ભક્તિ ફિલ્મ છે જે રવીન્દ્ર દવે દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે. તે ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ અને થિયેટરોમાં ૨૫ અઠવાડિયા સુધી ચાલી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news