GATE 2023માં અમદાવાદની IITRAMનો વિદ્યાર્થીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, સમગ્ર દેશમાં ચોથો ક્રમ મેળવ્યો
અમદાવાદ સ્થિત IITRAM ના B.Techના (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) વિદ્યાર્થી સર્વ વર્માએ GATE-2023 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 5 અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ઓલ ઇન્ડિયા રેન્ક-4 (AIR-4) પ્રાપ્ત કર્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: સમગ્ર દેશમાં અમદાવાદના વિદ્યાર્થીએ ગુજરાતનું ગૌરવ વધારી દીધું છે. GATE 2023માં અમદાવાદની IITRAMનો વિદ્યાર્થી સર્વ વર્માએ દેશમાં ચોથા ક્રમે આવ્યો છે. સર્વ શર્મા મૂળ રાંચી ઝારખંડનો છે અને તેણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે અમદાવાદની IITRAM પસંદગી કરી હતી.
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, IIT કાનપુરે 29 વિષયોમાં યોજાયેલી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE-2023) ના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં સમગ્ર દેશમાં 500થી વધુ કેન્દ્રો પર કુલ 5.17 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં સર્વ શર્મામાં પણ એક હતો. આ પરીક્ષામાં માત્ર 18% ઉમેદવારો જ આ પરીક્ષા પાસ કરી શક્યા હતા.
સર્વ શર્માએ આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ જણાવ્યું હતું કે, મેં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE-2023)ની તૈયારીઓ બીજા વર્ષમાં જ શરૂ થઈ ગઈ હતી કારણ કે મારો હેતુ ટોચની ભારતીય સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અભ્યાસ કરવાનો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું સિદ્ધિ મારા માતા-પિતા અને IITRAM પ્રોફેસરોના કારણે મેળવી શક્યો છે, કારણ કે તેઓ હંમેશા મારા પડખે ઊભા રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ સ્થિત IITRAM ના B.Techના (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) વિદ્યાર્થી સર્વ વર્માએ GATE-2023 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 5 અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ઓલ ઇન્ડિયા રેન્ક-4 (AIR-4) પ્રાપ્ત કર્યો છે.
શું છે GATE 2023ની પરીક્ષા?
ઉલ્લેખનીય છે કે, GATE એ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે મુખ્યત્વે એન્જિનિયરિંગ/ટેક્નોલોજી/આર્કિટેક્ચર/વિજ્ઞાન/વાણિજ્ય/આર્ટ્સમાં વિવિધ અંડરગ્રેજ્યુએટ વિષયોની વ્યાપક સમજણનું પરીક્ષણ કરે છે. માન્ય GATE સ્કોર ભારતમાં IITs, NITs, IIITs વગેરે જેવી ટોચની સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસની તક આપે છે.
સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી જેવી કેટલીક વિદેશી યુનિવર્સિટીઓ પણ પ્રવેશ માટે GATE સ્કોર્સ સ્વીકારે છે. ભારતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) જેમ કે ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (BHEL), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), વગેરે પણ નોકરી આપવા માટે GATE સ્કોર્સને ધ્યાનમાં લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે