Watch Video: ચાલુ મેચે વિરાટ કોહલીને હાર્દિક પંડ્યા પર આવી ગયો ગુસ્સો, જાણો શું ભૂલ કરી બેઠા કેપ્ટન? 

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મુંબઈમાં રમાયેલી પહેલી વનડે જીતી લીધી છે. પણ આ વનડેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમથી કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગુસ્સે ભરાયેલો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Watch Video: ચાલુ મેચે વિરાટ કોહલીને હાર્દિક પંડ્યા પર આવી ગયો ગુસ્સો, જાણો શું ભૂલ કરી બેઠા કેપ્ટન? 

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મુંબઈમાં રમાયેલી પહેલી વનડે જીતી લીધી છે. પણ આ વનડેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમથી કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગુસ્સે ભરાયેલો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

વાત જાણે એમ છે કે ભારતીય ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર્સ માર્કસ સ્ટોયનિસે એક નોબોલ નાખ્યો હતો. હાર્દિક પંડ્યા આ તકનો લાભ લઈ શક્યો નહીં અને ખુલ્લું ફીલ્ડ હોવા છતાં તેને ફ્રી હીટ પર એક જ રન લીધો. હાર્દિક પંડ્યાના આ શોટ સિલેક્શનથી વિરાટ કોહલી ખુબ નિરાશ જોવા મળ્યો અને ડ્રેસિંગ રૂમમાં તેનું રિએક્શન પણ જોવા લાયક હતું. 

આ ઘટના ભારતીય ઈનિંગની 18મી ઓવરની છે. માર્ક્સ સ્ટોયનિસનો પગ ઓવરના ચોથા બોલે ક્રીઝમાંથી બહાર નીકળી ગયો હતો. જેના કારણે તેને નોબોલ આપવામાં આવ્યો. સ્ટોયનિસનો આ બોલ ખુબ લાજવાબ હતો જેના કારણે હાર્દિકે પણ તેના વખાણ કર્યા હતા. પરંતુ જેવો બોલ નોબોલ ગણાયો તો હાર્દિક પંડ્યા પણ ચોંકી ગયો. નો બોલ પર સ્ટ્રાઈક ચેન્જ થઈ નહતી જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમને ફિલ્ડિંગમાં ફેરફાર કરવાની મંજૂરી નહતી. ફ્રી હીટ પર સ્ટોયનિસે ગુડ લેંથ બોલ નાખ્યો જેના પર હાર્દિક પંડ્યાએ મિડ વિકેટની દિશામાં શોટ રમીને એક રન લીધો. 

હાર્દિક પંડ્યા તકનો લાભ ઉઠાવી શક્યો નહીં આ જોઈને વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ખુબ નિરાશ જોવા મળ્યો અને તેણે ત્યાંથી જ પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. 

જુઓ વીડિયો....

— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 17, 2023

અત્રે જણાવવાનું કે સ્ટોયનિસે પોતાની બીજી જ ઓવરમાં હાર્દિક પંડ્યાને બાઉન્સર પર આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. હાર્દિકે આ મેચમાં 25 રનની ઈનિંગ રમી અને પછી આઉટ થયો. ત્યારબાદ  બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ કે એલ રાહુલ સાથે મળીને શતકીય ભાગીદારી કરી જેણે ટીમ ઈન્ડિયાને 5  વિકેટથી જીતાડી દીધી. રાહુલે અણનમ 75 જ્યારે જાડેજા 45 રન બનાવીને નોટઆઉટ રહ્યો. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news