284 વર્ષ જુની પરંપરા તોડીને નરસિંહજીનો વરઘોડો કાઢવામાં આવ્યો, ભાવિકો માટે દર્શન બંધ

કોરોના કાળના કારણે સામાન્ય નાગરિકોની સાથે સાથે ભગવાન પણ પ્રભાવિત  થયા હોય તેમ લાગી રહ્યું છે. જેનો જીવંત પુરાવો છે વડોદરાનો સુપ્રસિદ્ધ નરસિંહજીનો વરઘોડો. 284 વર્ષથી પરંપરાગત રીતે આન બાન અને શાનથી નીકળતો નરસિંહજીનો વરઘોડો આ વર્ષે સાદાઈથી યોજાયો હતો. 

Updated By: Nov 30, 2020, 04:56 PM IST
284 વર્ષ જુની પરંપરા તોડીને નરસિંહજીનો વરઘોડો કાઢવામાં આવ્યો, ભાવિકો માટે દર્શન બંધ

હાર્દિક દીક્ષિત/વડોદરા : કોરોના કાળના કારણે સામાન્ય નાગરિકોની સાથે સાથે ભગવાન પણ પ્રભાવિત  થયા હોય તેમ લાગી રહ્યું છે. જેનો જીવંત પુરાવો છે વડોદરાનો સુપ્રસિદ્ધ નરસિંહજીનો વરઘોડો. 284 વર્ષથી પરંપરાગત રીતે આન બાન અને શાનથી નીકળતો નરસિંહજીનો વરઘોડો આ વર્ષે સાદાઈથી યોજાયો હતો. 

જેનું મુખ્ય કારણ છે કોરોના વાઇરસનું સતત વધતું સંક્રમણ. કોરોના વાઇરસના વધતા સંક્રમણના કારણે ઐતિહાસિક નરસિંહજીના વરઘોડાની 284 વર્ષથી ચાલતી આવતી પરંપરા તૂટી છે. આ પરંપરા તૂટવીએ પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આજે નરસિંહજીની પોળથી ભગવાનનો વરઘોડો ઇતિહાસમાં પ્રથમ વખત પાલખીના બદલે મીની બસમાં નીકળી તુલસી વાડી સ્થિત તુલસી મંદિર ખાતે પોહોચ્યો હતો.

અહીં સરકારની ગાઈડલાઈન મુજબ તુલસી વિવાહની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મહત્વનું છે કે વધુ ભીડ એકઠી ન થાય તેના કારણે ભક્તો માટે દર્શન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ફક્ત મંદિર પરિવારના સભ્યોની હાજરીમાં સમગ્ર લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube