અરેરાટીભરી થઈ જાય તેવો બનાવ, પાદરામાં દંપતીની ક્રુરતાપૂર્વક હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી
Murder News : પાદરાના ગણપતપુરા ગામ પાસે નર્મદા કેનાલ માંથી શ્રમજીવી દંપતીની હત્યા કરી ફેંકી દેવામાં આવેલ લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી, ઘટના ની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા..
Trending Photos
Crime News મિતેશ માળી/પાદરા : પાદરાના ગણપતપુરા ગામ પાસે નર્મદા કેનાલ માંથી શ્રમજીવી દંપતીની હત્યા કરી ફેંકી દેવામાં આવેલ લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી, ઘટના ની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે રહેતા શ્રમજીવી દંપતીની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાદરા પોલીસ મથકના પી.આઈ સહિત પોલીસ ની વિવિધ એજન્સીએ અને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે ની નર્મદા કેનાલ જે જાસપુર ના ફતેપુરા ગામ નો વિસ્તાર છે જ્યાં આવેલી નર્મદા કેનાલ પાસે ઝૂંપડું બનાવીને ને રહેતા 55 વર્ષીય રમણભાઈ ફતેસિંહ સોલંકી અને તેમના પત્ની ધની ઉર્ફે ગગીબેન દિવસ દરમિયાન પાદરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી કચરો વીણી તેને વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જાસપુરના સરપંચ વોકિંગમાં નીકળ્યા ત્યારે એક ખેડૂત કેનાલમાં બે લાશ હોવાની જાણ કરી જે અંગે પોલીસને સરપંચે જાણ કરી હતી.
ગુરુવાર રાતે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા દંપતી પર ધારિયાથી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. રાતે તેઓ તેમની ઓરડીમાં સુતા હતા ત્યારે ધારિયાથી હુમલો કરી દંપતીની હત્યા કરી હોવાનું અનુમાન છે.
દંપતીની લાશને ગોદડીમાં વીંટાળી નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. નર્મદા કેનાલમાંથી હત્યા કરેલ હાલતમાં દંપતીની લાશ મળી આવી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા નર્મદા કેનાલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસને જાણ થતા પાદરા પોલીસ મથકના પી.આઈ સહિત એસઓજી, એલસીબી ની ટીમનો પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક શ્રમજીવીના ઝુંપડા પાસે લોહીના નિશાન મળી આવ્યા હતા. પોલીસે દંપતીના મૃતદેહને નર્મદા કેનાલ માંથી બહાર કાઢવાની આવી હતી
હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ એ ડોગ સ્કોર્ડની મદદ લીધી હતી, વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવા માટે વિવિધ એજન્સીઓ પણ કામે લાગી હતી. મૃતકોની લાશને કેનાલમાંથી કાઢવામાં આવી હતી, ઘટના સ્થળે મૃતકના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે