મંત્રી પૂર્ણેશ મોદીએ બાફ્યું, દ્વારકા વિશે વિવાદિત ટ્વીટ કરીને ડિલીટ કરી નાંખી
Purnesh Modi Tweet On Muslims : 2005માં બેટ દ્વારકામાં માત્ર 6 દરગાહ હતી, તે વધીને 78 દરગાહ અને મસ્જિદો બની... પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- બેટ દ્વારકાના મોટાભાગના મુસ્લિમોના પાકિસ્તાન સાથે સંબંધ... બાદમાં અચાનક જ તમામ ટ્વીટ ડીલિટ કર્યા..
Trending Photos
દ્વારકા :સતત 7 દિવસ ચાલેલું બેટ દ્વારકાનું મેગા ડિમોલેશન આખરે પૂર્ણ થયું છે. સતત 7 દિવસ ચાલ્યા બાદ આઠમાં દિવસથી બેટ દ્વારકામાં ફરી જનજીવન શરૂ થયું છે. ત્યારે આ વચ્ચે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની એક ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. તેમની ટ્વીટથી વિવાદ ુભો થયો છે. તેમણે દ્વારકાના મેગા ડેમોલિશનને લઈને દ્વારકામાં રહેતા મુસ્લિમો પર આરોપો મૂક્યા છે. જેથી બાદમાં તેમને ટ્વીટ હટાવવામાં આવી હતી.
પૂર્ણેશ મોદીએ શુ કરી હતી ટ્વીટ
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ દ્વારકાના મુસ્લિમો વિશે બે અલગ અલગ ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં તેમણે કહ્યું કે, 2005 ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારીકાની અંદર માત્ર ૬ દરગાહો દેખાય છે. જ્યારે વર્ષ 2022 ના સેટેલાઈટ મેપમાં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ,મજારો અને મચીદ બની ગયેલ છે. જે દરીયા કાઠે ઉભી થઈ હોય, તેવું સ્પસ્ટ દેખાય છે. આ એન્ટી નેશનલ એકટીવીટીનો મુખ્ય ભાગ છે. તો બીજી ટ્વીટમાં કહ્યું કે, બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમ પરીવારોના સબંધ પાકીસ્તાન સાથે છે. મોટા ભાગના પરીવારોની દીકરીઓ પાકીસ્તાનમાં સાસરે છે. તથા પાકીસ્તાનના મુસ્લીમોની અનેક દીકરીઓ બેટ દ્વારીકામાં સાસરે છે.
પૂર્ણેશ મોદીએ કરેલા તમામ ટ્વિટ હટાવ્યા
પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં થોડા સમય પહેલાં કરવામાં આવેલી દબાણ હટાવાની પ્રક્રિયા અંગે ટ્વીટ કર્યાં હતાં પરંતુ થોડીવારમાં જ પુર્ણેશ મોદીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં મેગા ડિમોલિશન ભલે પૂર્ણ થયું છે. પરંતું પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હજી પણ ગોઠવાયેલો છે. ઈદના તહેવાર દરમિયાન બેટ દ્વારકામાં 3 જુલસને મંજૂરી આપવામાં આવી છે. બેટ દ્વારકામાં અત્યાર સુધી 8.55 કરોડથી વધુની કિંમતનું ગેર કાયદેસર દબાણ દૂર કરાયું. 45 જેટલાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે. 95 થી વધુ કોમર્શિયલ તેમજ રેહણાંક દબાણો દૂર કરાયા છે. ઓપરેશન ક્લીન અપમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અનેક નામચીન શખ્સોના ગેરકાયદેસર બંગલા અને વંડાઓ પણ તોડી પડાયા છે. અત્યાર સુધી 2 લાખ 90 હજાર ફૂટનું ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન પરના ગેરકાયદેસર દબાણો તોડી પડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે