રાજકોટમાંથી ઝડપાયો 81 લાખની કિંમતનો ગાંજો, 4 લોકોની ઘરપકડ

રાજકોટ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 8 કિલો 132 ચરસ જેટલા ગાંજા જથ્થા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી

Dushyant karnal Dushyant karnal | Updated: Sep 10, 2018, 02:35 PM IST
રાજકોટમાંથી ઝડપાયો 81 લાખની કિંમતનો ગાંજો, 4 લોકોની ઘરપકડ

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં એસ.ઓ.જી પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 8 કિલો 132 ચરસ જેટલા ગાંજા જથ્થા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ અધિકારીઓ પાસેથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. 4 આરોપી સાથે કુલ 81 લાખ 41 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

યુવાધન કરી રહ્યું છે નશીલા પ્રદાર્થનો ઉપયોગ 
સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ગાંજા અને ચરસ જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થવાની પોલીસે ગાંજાના સ્પાલયરો પર લાલ આંખ કરી છે. સૌરાષ્ટ્રમાં આવતા નશીલા પદાર્થોનો ઉપયોગ સૌથી વધારે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવાધન દ્વારા કરવામાં આવતા નશીલા પદાર્થોનો ઉપયોગએ ચિંતાનો વિષય બન્યો છે.