close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગાંજો

ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા

SOG ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોખરાના અનુપમ સિનેમા નજીકથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે

Oct 17, 2019, 04:51 PM IST

અમદાવાદ: પોલીસે સુરતથી અગરબત્તી અને ખાતરના ગોડાઉનમાંથી ઝડપ્યો 99.54 લાખનો ગાંજો

ડીજીપીએ આપેલા નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવાના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચે 99.54 લાખનો 332 કિલો ગાંજાનો જથ્થો સુરતના પિપોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 

Aug 11, 2019, 08:08 PM IST
Ahmedabad, Udta Gujarat: In Conversation With Authorities of Rehabilitation Centre PT9M47S

ઉડતા ગુજરાત: જુઓ શું કહે છે નશામુક્તિ કેંદ્રોના સંચાલકો

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.

Jul 11, 2019, 06:30 PM IST
Zee Impact: Udta Gujarat, Ahmedabad Police Creates Action Plan PT4M36S

Zee 24 કલાકના અહેવાલ 'ઉડતા ગુજરાત'ની અસર, અમદાવાદ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

ZEE 24 કલાકના 'ઉડતા ગુજરાત' સ્ટીંગ ઓપરેશનની અસર, ZEE 24 કલાકે ડ્રગ્સના વેચાણ સામે ચલાવી છે મુહિમ. અમદાવાદ પોલીસે ZEE 24 કલાકની મુહિમને આવકારી છે. નશાના દાનવને ડામવા પોલીસને સાથે જોડાવા અપીલ કરી. નશાને નાથવા અમદાવાદ શહેર પોલીસે બનાવ્યો એક્શન પ્લાન.

Jul 11, 2019, 04:05 PM IST
Zee Impact: SOG Nabs 15 kg Cannabis PT22M53S

Zee 24 કલાકના અહેવાલ 'ઉડતા ગુજરાત'ની અસર, SOGએ ઝડપ્યો 15 કિલોથી વધુ ગાંજો

'ઉડતા ગુજરાત' સ્ટીંગ ઓપરેશનની અસર દેખાવાની શરૂ થઇ ગઈ છે . ZEE 24 કલાકના અહેવાલ બાદ અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા. શહેરકોટડામાં SOGએ ઝડપ્યો 15 કિલોથી વધુ ગાંજો. ઈકરામુદ્દીન અને મહમદ ઈરફાન અંસારીની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ZEE 24 કલાકે જ્યાં સ્ટીંગ ઓપરેશન કર્યું ત્યાં દરોડા પડવામાં આવ્યા છે.

Jul 11, 2019, 02:00 PM IST

અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !

અસમ પોલીસે ઘુબરી જીલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજો જપ્ત કર્યો હતો તેની માહિતી લોકોને સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર મંગળવારે ખુબ જ અનોખા અંદાજમાં મળી હતી

Jun 7, 2019, 05:21 PM IST

દેશના યુવાઓને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક ઝડપાયું, 150 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

દેશના યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યું છે . બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે 45 લાખની કિંમતનો 150 કિલો ગાંજો હેરાફેરી દરમિયાન ઝડપી પાડ્યો છે અને તેની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

Jun 1, 2019, 07:17 PM IST

ગીર સોમનાથ: 32 કિલો 370 ગ્રામ ગાંજો સાથે પોલીસે કરી ખેડૂતની અટકાયત

ગીર સોમનાથ જિલ્લામાંથી એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આઘારે 32 કિલો કરતા પણ વધારે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉનાના સનખાડા ગામમાં એક ખેડૂતની વાડીમાંથી 16 છોડ
ગાંજા સાથે આરોપી ખેડૂતની અટકાયત કરવામાં આવી છે. આ ખેડૂત દ્વારા તેના ખેતરમાં જ નશીલા ગાંજાની ખેતી કરતો હોવાનું બહાર આવ્યું છે. 
 

May 22, 2019, 09:04 PM IST

જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

અમદવાદ શહેરમાં નશીલા પદાર્થનું ચલણ વધ્યું હોય તેમ ગાંજો અને ચરસ પીનારાઓને બેરોકટોક નશીલો પદાર્થ મળતો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે રેલવે પોલીસ અને SOG ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે છેલ્લા થોડાક સમયમાં ગાંજાની હેરાફેરી કરતા અનેક આરોપીઓ ઝડપ્યા છે. તેને જોતા સામાન્ય લોકોમાં ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રેલવે માદક પદાર્થોની હેરાફેરી કરવા કેવી રીતે કેરિયરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે જોઈએ.

May 19, 2019, 09:01 AM IST

ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

શહેરમાંથી સીઆઇડી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ સાણંદ સર્કલ પાસેથી 20 કિલો કરતા પણ વધારે ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેની બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. 
 

May 17, 2019, 05:50 PM IST

ભાવનગર : વૈભવી પરિવારનો નબીરો ગાંજા સાથે પકડાયો, કેમેરાને જોઈ મોઢું છુપાવવા લાગ્યો

ભાવનગરની સહજાનંદ કોલેજનો વિદ્યાર્થી ગાંજાના 11 પેકેજ સાથે પકડાતા ભાવનગરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે, જે વિદ્યાર્થી ગાંજા સાથે પકડાયો છે, તે ભાવનગરના પ્રતિષ્ઠીત પરિવારમાંથી આવે છે. 

May 16, 2019, 03:03 PM IST

અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ

શહેરના રીવરફ્રન્ટ રોડ પરથી અમદાવાદ એસઓજી ટીમે બાતમીના આધારે જમાલપુર આંબેડકર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતા રીવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આ યુવક પાસેથી ગાંજો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. 
 

May 15, 2019, 11:05 PM IST

સુરત રેલ્વે સ્ટેશન પાસેથી NCBએ 81 કિલો ગાંજા 3 શખ્શોની કરી ધરપકડ

ગુજરાતના યુવાધનને નશામાં ધૂત કરવા માટે નાશખોરો દ્વારા નશીલા પદાર્થોને રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 

Apr 27, 2019, 10:56 PM IST

રાજકોટ બન્યું નશીલા પદાર્થોનું હબ, મોફરીન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

રાજકોટએ નશીલા પદાર્થોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં ગાંજાનો રેકોર્ડ બ્રેક જથ્થો ઝડપાયા બાદ આજે મોફરીન નામનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસનાં કહેવા પ્રમાણે આ જથ્થાની કિંમત 22 લાખ 33 હજાર છે. રફિક ઇબ્રાહિમ બેલીમ અને તેની માતા જુબેદા ઇબ્રાહિમ બેલીમ માતા પુત્ર પર ડ્રગ્સનું રેકેટ ચલાવાનો આરોપ છે.

Apr 17, 2019, 10:50 PM IST

અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ

યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. 
 

Apr 3, 2019, 04:59 PM IST

એરંડાની આડમાં થતી નશીલા પદાર્થોની ખેતી, 1079 કિલો ગાંજો જપ્ત

હારીજ તાલુકાના પીપલાણા ગામે ખેતરમાં નશીલા ગેરકાયદેસર અને બિન અધિકૃત ભાંગ-ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ છે. પાટણ એસ.ઓ.જી અને હારીજ પોલીસે લીલા ગાંજાના છોડ અને અફિણનાં લીલા ડોડવા મળી કુલ 70.42 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પડ્યો છે.

Feb 24, 2019, 08:46 PM IST
Around 500kg of Ganja seized from farm in Patan PT1M30S

પાટણના હારિજમાં અંદાજીત 500 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

હારીજમાંથી પ્રતિબંધિત અંદાજે 500 કિલોથી વધુ ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે. પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિઘા જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપયો છે.

Feb 24, 2019, 10:40 AM IST

હારીજમાંથી 500 કિલો ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો, ખેડૂતની ધરપકડ

પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિઘા જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપયો છે.

Feb 24, 2019, 09:03 AM IST

ધોળકા બગોદરા રોડ પરથી કારમાંથી ઝડપાયો 114 કિલો ગાંજાનો જથ્થો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ધોળકા બગોદરા રોડ ઉપરથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોળકા નજીકથી કારમાં ગાંજાનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી આધારે NCBની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન ટાવેરા કારના દરવાજા પાસે બનાવવામાં આવેલા ખાનગી જગ્યા ઉપર ગાંજાના અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા.

Jan 26, 2019, 10:25 PM IST

ચોટીલામાંથી ઝડપાયું 1000 કિલો લીલા ગાંજાનું વાવેતર

સુરેન્દ્રનગર કંટ્રોલને જાણ કરતા એલ.સી.બી. અને એસ.ઓ.જી ધટનાસ્થળે પહોંચી ખેરડી ગામે તપાસ કરતા લિલા ગાંજાનું વાવેતર મળી આવેલું અને કેટલા કિલો અને કેટલી કિમંતનો જથ્થો થશે તે તપાસ અને ગણતરી બાદ જ કિંમત આંકી શકાશે.

Jan 4, 2019, 06:49 PM IST