સુરત: બારડોલીમાં ગાડી કેનાલમાં ખાબકતા, પરિવારનાં 3 લોકોનાં મોત નિપજ્યાં

બારડોલી ઉવા ગામ ખાતે એક ગાડી નહેરમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા બંન્નેના મૃતદેહ ગાડીમાંથી જ મળી આવ્યા હતા. જ્યારે ગાડી ડ્રાઇવ કરી રહેલ પિતા વહી ગયો હોવાની શક્યતા છે. જેના કારણે ફાયર વિભાગ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જઇ રહી હતી ત્યારે જ આ અકસ્માત નડ્યો હતો. 

Updated By: Feb 16, 2020, 11:15 PM IST
સુરત: બારડોલીમાં ગાડી કેનાલમાં ખાબકતા, પરિવારનાં 3 લોકોનાં મોત નિપજ્યાં

સુરત : બારડોલી ઉવા ગામ ખાતે એક ગાડી નહેરમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા બંન્નેના મૃતદેહ ગાડીમાંથી જ મળી આવ્યા હતા. જ્યારે ગાડી ડ્રાઇવ કરી રહેલ પિતા વહી ગયો હોવાની શક્યતા છે. જેના કારણે ફાયર વિભાગ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જઇ રહી હતી ત્યારે જ આ અકસ્માત નડ્યો હતો. 

રાજકોટ: ગોંડલ નજીક બંધ ઇનોવામાં ગાડી ઘુસી જતા 2નાં મોત, 3 ગંભીર ઘાયલ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, બારડોલીની મઢી ખાતે ચંપા ફળીયામાં રહેતા શશીકાંત ઘનસુખભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. તેમની દિકરી ઉર્વી બારડોલી જીએમ પટેલ વિદ્યાલયમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે દીકરો યશ આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે. આજે ઉર્વીની પ્રેક્ટિકલ પરીક્ષા હોવાથી કાર લઇને જઇ રહ્યા હતા. દરમિયાન સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી નહેરમાં ખાબકી હતી. આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તત્કાલ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ક્રેનની મદદથી ગાડી બહાર કાઢી હતી. જેમાં ઉર્વી અને યશનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે શશિકાંતભાઇની શોધખોળ ચાલી રહી છે.

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરી એકવાર ટિકિટ કૌભાંડ, તમે પણ ચેતી જજો!
સ્થાનિકોએ જણાવ્યું કે, અચાનક એક બાઇક સામે આવી જવાનાં કારણે શશીકાંત ભાઇ તેને બચાવવા જતા ગાડી બેકાબુ થઇને નહેરમાં ખાબકી હતી. ગાડી નહેરમાં ખાબકતા પિતાએ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ પ્રયાસમાં તેઓ સફળ થઇ શક્યા નહોતા અને પોતે તણાઇ ગયા હોવાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગ દ્વારા કાઢવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube