પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલ બોલ્યા- કાશ! તમે શપથ ગ્રહણમાં આવ્યા હોત તો

સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર હતા. પીએમ મોદીએ તેમને શપથ ગ્રહણ પર ટ્વીટરથી શુભેચ્છા આપી છે. 

Updated By: Feb 16, 2020, 11:28 PM IST
 પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલ બોલ્યા- કાશ! તમે શપથ ગ્રહણમાં આવ્યા હોત તો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ સંયોજક અરવિંદ કેજરીવાલને સીએમ પદના શપથ લેવા પર શુભેચ્છા આપી, ત્યારબાદ જવાબ આપતા કેજરીવાલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે તે પણ કહ્યું કે, તમે આ સમયે હાજર રહ્યાં હોત. તમને જણાવી દઈએ કે કેજરીવાલે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર હતા. 

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'હું આજે દિલ્હીના સીએમ પદની શપથ લેવા માટે અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપુ છું. હું તેમના ફળદાયી કાર્યકાળની પ્રાર્થના કરુ છું.' તેના પર કેજરીવાલે આભાર વ્યક્ત કરતા રીટ્વીટ કર્યું, 'તમારી શુભકામનાઓ માટે આભાર. કાશ! તમે આવી જાત, પરંતુ હું સમજુ છું કે તમે વ્યસ્ત હતા. આપણે બધા ભારતીયો માટે દિલ્હીને ગર્વનું શહેર બનાવવા માટે સાથે કામ કરવું પડશે.'

ઉલ્લેખનીય છે કે આજે શપથ લીધા બાદ પોતાની સરકારની બ્લૂપ્રિન્ટ નક્કી કરતા અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીના ઝડપી ગતીથી વિકાસ માટે પીએમ મોદીના આશીર્વાદ માગ્યા અને કહ્યું કે, લોકોએ ભલે અલગ-અલગ પાર્ટીઓને મત આપ્યા હોય, પરંતુ તેઓ બધાના મુખ્યપ્રધાન છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ઐતિહાસિક રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલને સીએમ પદના શપથ અપાવ્યા હતા. તેમના મંત્રીમંડળના સહયોગીઓમાં- મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, ઇમરાન હુસૈન, રાજેન્દ્ર પાલ ગૌતમ અને કૈલાશ ગેહલોતે પણ પદ તથા ગોપનિયતાના શપથ લીધા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...