CBSEની ધોરણ 12માના બોર્ડની પરીક્ષાની તારીખોમાં થયા ફેરફાર, અહીં ચેક કરી લેજો નવું સમયપત્રક

CBSEના 12મા ધોરણના સુધારેલા સમયપત્રક અનુસાર જે પરીક્ષા 4 એપ્રિલ 2023ના રોજ લેવાતી હતી, તે હવે 27 માર્ચ 2023ના રોજ લેવામાં આવશે. સત્તાવાર સૂચના અનુસાર ધોરણ 10 ની તારીખ પત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

CBSEની ધોરણ 12માના બોર્ડની પરીક્ષાની તારીખોમાં થયા ફેરફાર, અહીં ચેક કરી લેજો નવું સમયપત્રક

ગાંધીનગર: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર નવી ડેટશીટ જાહેર કરી છે. જ્યાંથી વિદ્યાર્થીઓ આ ડેટશીટ ડાઉનલોડ કરી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 12મા ધોરણની બોર્ડની પરીક્ષાની ડેટશીટમાં કેટલાક ફેરફાર કર્યા છે. અપડેટેડ ડેટશીટ CBSE દ્વારા સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર બહાર પાડવામાં આવી છે. CBSEના 12મા ધોરણના સુધારેલા સમયપત્રક અનુસાર જે પરીક્ષા 4 એપ્રિલ 2023ના રોજ લેવાતી હતી, તે હવે 27 માર્ચ 2023ના રોજ લેવામાં આવશે. સત્તાવાર સૂચના અનુસાર ધોરણ 10 ની તારીખ પત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

CBSE બોર્ડ દ્વારા લેવાનારી પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,  4 એપ્રિલે યોજાનારી 12મા ધોરણની પરીક્ષાની તારીખોમાં ફેરફાર સિવાય અન્ય કોઈ પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:

ડેટશીટ થઈ ચૂકી છે જાહેર 
નોંધનીય છેકે, CBSE બોર્ડ દ્વારા 29 ડિસેમ્બરના રોજ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ બહાર પાડવામાં આવી હતી. માધ્યમિક પરીક્ષા એટલે કે 10મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 21 માર્ચ 2023 સુધી ચાલશે.  સીનિયર સેકન્ડરી પરીક્ષા એટલે કે 12મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા 5 એપ્રિલ, 2023 સુધી ચાલશે.

ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પરીક્ષા કેન્દ્રો પર સબ્જેક્ટિવ મોડમાં લેવામાં આવશે. ઓફિશિયલ શિડ્યૂલ મુજબ, બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં રોલ નંબર અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:

આવતા સપ્તાહથી પ્રેક્ટિકલ પરીક્ષા
CBSE બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 2 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2023 દરમિયાન લેવામાં આવશે. ધોરણ 10 અને 12 બંને માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે. ધોરણ 12 ની પ્રાયોગિક પરીક્ષા માટે એક્સટર્નલ પરીક્ષકની નિમણૂક કરવામાં આવશે.

CBSEએ આ સંદર્ભમાં નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે, 'એક કરતાં વધુ શાળાઓ માટે એક શિક્ષકને એક્સટર્નલ પરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પણ પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન જ લેવાશે. આવી સ્થિતિમાં પ્રાયોગિક પરીક્ષા/ પ્રોજેક્ટ/ આંતરિક મૂલ્યાંકન માટે બોર્ડ સ્તરે અને શાળા સ્તરે પણ યોગ્ય આયોજનની જરૂર છે.

અગાઉ CBSC એ ધો 10 અને ધોરણ 12ની પરીક્ષાનું જાહેર કર્યું હતું ટાઇમટેબલ

ઉલ્લેખનીય છે કે, CBSE Date Sheet 2023: સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું હતું. સીબીએસઈ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચ 2023 અને 12ની પરીક્ષા 5 એપ્રિલ 2023ના પૂર્ણ થશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે અને બપોરે 1.30 કલાકે પૂરી થશે. પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે. વિદ્યાર્થીઓ cbse.gov.in પર જઈને પરીક્ષાનું ટાઇમ ટેબલ ચેક કરી શકે છે. 

સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષાનું ટાઇમ ટેબલ
અંગ્રેજી- 27 ફેબ્રુઆરી 2023
વિજ્ઞાન- 4 માર્ચ 2023
સોશિયલ સાયન્સ- 15 માર્ચ 2023
હિન્દી- એ/બી- 17 માર્ચ 2023
ગણિત બેસિક/ સ્ટાન્ડર્ડ- 21 માર્ચ 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news