સુરતમાં મહાશિવરાત્રીની ઉજવણી! 55 વર્ષની પરંપરાને જીવંત રાખવા બે પૌત્રીઓ બનાવે છે ઘીના કમળ

સ્વર્ગીય પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયાની બે પોત્રીઓ મહાશિવરાત્રી પહેલા શિવ મંદિરો માટે ઘીના કમળ બનાવી રહી છે કારણ કે તેમના દાદાજીની ઈચ્છા હતી કે તેઓની 55 વર્ષીય પરંપરા તેમની પેઢીઓ નિભાવે...પ્રોફેશનલ ડીગ્રી ધરાવતા હોવા છતાં પણ દાદાજીની પરંપરા યથાવત તેમની બે પૌત્રીઓ રાખી છે.

સુરતમાં મહાશિવરાત્રીની ઉજવણી! 55 વર્ષની પરંપરાને જીવંત રાખવા બે પૌત્રીઓ બનાવે છે ઘીના કમળ

ચેતન પટેલ/સુરત: મહાશિવરાત્રીના પર્વ પર સુરતની બે પૌત્રીઓ દાદાજીની પરંપરા યથાવત રાખવા માટે નિષ્ઠાપૂર્વક ઘીના કમળ બનાવી રહી છે. સ્વર્ગીય પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયાની બે પોત્રીઓ મહાશિવરાત્રી પહેલા શિવ મંદિરો માટે ઘીના કમળ બનાવી રહી છે કારણ કે તેમના દાદાજીની ઈચ્છા હતી કે તેઓની 55 વર્ષીય પરંપરા તેમની પેઢીઓ નિભાવે...પ્રોફેશનલ ડીગ્રી ધરાવતા હોવા છતાં પણ દાદાજીની પરંપરા યથાવત તેમની બે પૌત્રીઓ રાખી છે.

મૂળ સંગરામપુરાના અને હાલ વેસુ ખાતે રહેતા દાદા સ્વ પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયા દ્વારા મહાશિવરાત્રી નિમિતે ઘીના કમળ બનવાનું કાર્ય 55 વર્ષ સુધી જે પરંપરા નિભાવવામાં આવી હતી, તે તેમના અવસાન પછી તેમની બે પૌત્રીઓ દ્વારા અનુસરવામાં આવી રહી છે. સિંગાપોરથી કોમ્યુનિકેશન ડિઝાઇનનો કોર્સ કરી ચૂકેલી નિષ્ઠા અને સુરતમાં એચઆરમાં સ્નાતકની ડિગ્રી મેળવી ચૂકેલી ખુશી તાજેતરમાં મહાશિવરાત્રિ માટે તૈયાર ઘીના કમળ બનાવી રહી છે. તેમના દાદા સ્વ. પ્રાણલાલ કાપડિયા મહા શિવરાત્રી પહેલા શિવ મંદિરો માટે તેઓ વર્ષોથી ઘીના કમળ બનાવતા હતા.

પૌત્રી ખુશીએ જણાવ્યું હતું કે તેઓએ નાનપણથી જ દાદાને ઘીના કમળ બનાવતા જોયા છે. તેમની ઈચ્છા હતી કે આ પરંપરા તેમની પેઢીઓ ચાલુ રાખે. છેલ્લા આઠ વર્ષથી બન્ને બહેનો તેમની સાથે જ ઘીના કમળ બનાવતા હતા. તેમના અવસાન બાદ તેઓ તેમની આ પરંપરા યથાવત રાખી રહ્યા છે.

સિંગાપોરથી કોમ્યુનિકેશન ડિઝાઇનનો કોર્સ કરી ચૂકેલી નિષ્ઠાએ જણાવ્યુ હતુ કે, તેમની ઈચ્છા આ પરંપરાને તેમની પેઢીઓ આગળ પણ ચાલું રાખે. આ વચ્ચે તેમનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમની આ પરંપરાને આગળ ધપાવવાનું અમે નક્કી કર્યું છે. હાલમાં તેઓ સુરતના 15 જેટલાં મંદિરો માટે ભવ્ય ઘીના કમળ તૈયાર કરી રહ્યા છે, જે ઘીના કમળ ઉપર મહાદેવ અને પાર્વતીનું ચિત્ર સુંદર રીતે ઉપસી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news